________________
સમતા
૨૧૭
એટલે જીવમાત્ર પ્રત્યે સમભાવ. સમગ્ર ચેતન સૃષ્ટિ પ્રત્યે સમભાવ દ્વારા જ માનવી સમગ્ર વિશ્વચેતના સાથે એકત્વ અનુભવી શકે છે. જેટલું સમત્વ વધારે તેટલું અહિંસાનું પાલન સારી રીતે થઈ શકે. વિશ્વપ્રેમ અહિંસા છે, સકળ જીવસૃષ્ટિ પ્રત્યે આત્મસમ દષ્ટિ તે સમતા છે.
અનેકાન્તવાદ એટલે વિચાર કે વાણી દ્વારા સમતાનું આચરણ. અનેકાન્તવાદ એટલે વૈચારિક સહિષ્ણુતા. વિવિધ વ્યક્તિએ, વાદ અને ધર્મોમાં વિચારના ભેદ તે રહેવાના. તેને સમભાવથી તપાસી, સમન્વય કરી, સત્ય પામવું તે સમતા. વિશ્વશાંતિ માટે અમેઘ સાધન તે સમતા છે.
અનેકાન્તવાદ એટલે વૈચારિક અપરિગ્રહ, વૈચારિક પરિગ્રહ એટલે વિચારનું, મતનું મમત્વ. હું કહું તે જ સાચું– આ વલણ તે વિચારને પરિગ્રહ. બીજાનાં વિચાર કે મંતવ્યમાં રહેલા સત્યને સ્વીકાર કરવો તે વૈચારિક સમભાવ. ભતાંધતા કે આગ્રહીપણું ત્યજવું તે વૈચારિક અપરિગ્રહ. ધર્મ, રાજકારણ, કુટુંબ વગેરે દરેક ક્ષેત્રે મતભેદ દૂર કરવા માટે અનેકાન્તવાદ ઉત્તમ ભાગ છે.
ભગવાન મહાવીરે ગૃહસ્થો માટે મર્યાદિત પરિગ્રહને માર્ગ પ્રબોધે. આર્થિક વિષમતાનું મૂળ તૃષ્ણ છે, સંગ્રહવૃત્તિ છે. તે જરૂરિયાતથી વધારે રાખવું અને બીજાને જરૂરિયાતથી વંચિત રાખવાં એ વૃત્તિ હિંસા – વિષમતા તરફ દોરે છે. આ દોષમાંથી બચવા, ભગવાને દાનને બંધ પણ આપે. દાન એટલે જરૂરિયાતવાળાને ઉપકારબુદ્ધિથી નહિ પરંતુ પોતાનું કર્તવ્ય કે આવશ્યક ક્રિયા સમજીને આપવું. આ ક્રિયાને સમવિભાગ કે સમવિતરણની ક્રિયા કહી શકાય. એના મૂળમાં સમતા કે સમભાવને આદર્શ રહેલે છે.
સમતા પમાય કેવી રીતે? એ માટે જાગૃતપણે ખૂબ પુરુષાર્થ કરવો પડે. સહુ પ્રથમ હદયશુદ્ધિ કરવી જોઈએ. દુર્ગણે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org