________________
૨૧૩
ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ વળ્યો છે, તેટલે કેળવણી કે સમાજકલ્યાણનાં ક્ષેત્રમાં વહ્યો નથી, અને સાર્વજનિક સેવાની ભાવનાની પૂરી ખિલાવટ થઈ નથી. હજી વિપુલ જૈન સાહિત્ય ગ્રંથભંડાર અને હસ્તપ્રતોમાં ગુપ્ત રહેલું છે. એને અધ્યયન, સંશોધન અને પ્રકાશન માટે વધુ પ્રયત્નોની જરૂર છે. પ્રાકૃત ભાષા અને સાહિત્યના અભ્યાસનું વહેણુ પાતળું થતું જાય છે તે પણ ચિંતાજનક બાબત ગણાય,
અનેકાન્તને ઉપદેશતા આ ધર્મમાં હજી તીર્થો અને તિથિઓના વિવાદે ચાલુ છે, જે સંકુચિત વૃત્તિ અને ધર્મઝનૂનને વકરાવે છે. ધર્મક્રિયાઓ સાથે એની પાયાની ભાવનાઓ જાણવાની આજે ભૂખ જાગી છે અને યુવાનવર્ગ વર્તમાન વિશ્વના સંદર્ભમાં આ ધર્મનાં સત્યને સમજવા અને પરીક્ષવા ચાહે છે.
આજે વિશ્વ ઝડપથી પરિવર્તન પામી રહ્યું છે. વિવિધ દેશ, ધર્મ અને વર્ણની પ્રજાઓ પરસ્પર ખૂબ નિકટ આવી રહી છે. વૈજ્ઞાનિક પ્રગતિને પરિણામે દુનિયા નાની થતી થાય છે તેની સાથે સત્તાભૂખ, ધનભૂખ અને અહંતાથી પ્રેરાઈને મેટાં રાષ્ટ્રો એકબીજાને મહાત કરવા હુંકાર કરી રહ્યાં છે. તેને પરિણામે જાણે દુનિયા સર્વનાશને આરે ઊભી રહી હોય એમ લાગે છે. આ પરિસ્થિતિમાં આજને માનવી ધર્મની સંકુચિત માન્યતાઓ, સ્થૂળ આચારો ને પરધર્મવિષમાં પુરાઈ રહેવાને બદલે માનવકલ્યાણને પ્રેરે એવી વિચારણું કે ભાવનાઓ ધર્મમાંથી સારવીને તેને સમગ્ર માનવજાતિના ઉત્થાન માટે સમજવા-સમજાવવા ઝંખી રહ્યો છે. એ વખત જૈન ધર્મ-પ્રબોધિત અહિંસા, સંયમ, તપ, અનેકાંતદષ્ટિ, વિશ્વમૈત્રી અને પરમત-સહિષ્ણુતા વગેરે ઉચ્ચ આદર્શ નૂતન યુગના માનવીને વિશ્વપ્રેમ અને વિશ્વશાંતિ ભણી કૂચ કરવામાં મદદ કરી શકે તેમ છે. વર્તમાન સંદર્ભમાં તેમજ ત્રણે કાળમાંય કદાચ એ જ તેનું સાર્થક્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org