________________
૨૦૮
જૈન સાહિત્ય સમારેહ
પેાલાલ ગામમાં પુંડલતીર્થં ( કૈસરવાડી )ની રચના થયેલી છે. રાષ્ટ્રીય સ્તરે ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહેાત્સવની ઉજવણી. થઈ. ગામટેશ્વરની બાહુબલિની મૂર્તિને એક હજાર વર્ષ થયાં તેને ભવ્ય મહે।ત્સવ થયેા. દક્ષિણના ધર્મ સ્થળ અને ઉત્તરપ્રદેશના કિરાઝાબાદમાં અનુક્રમે આશરે ૪૨ ફૂટ અને ૩૯ ફૂટ ઊંઉંચી બાહુબલિની મૂર્તિઓ સ્થાપવામાં આવી. એારીવલીના નેશનલ પાર્ક પાસે પાતનપુરના આશ્રમમાં ઋષભદેવ, ભરતદેવ અને બાહુબલિની મોટી નવી મૂર્તિ એ પધરાવવામાં આવી છે. સર્વધર્મની વિલક્ષણ ભાવના પ્રખેાધતું ઘાટકોપરનું સર્વોદયમંદિર કેમ ભૂલી શકાય ? અહી શ્રી પાર્શ્વનાથની એક સાથે ઘણી મૂર્તિઓ મળે છે. રાણકપુર, આજી, તાર`ગા, જૂનાગઢ અને શત્રુજયનાં તીર્થાંના નમૂનેદાર ત્રુદ્ધિાર થયા. આમાં ધણા દ્વિારમાં શ્રેષ્ઠીવર્યં શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની કલાદષ્ટિ પ્રતીત થાય છે. શ્રી આણંદજી કલ્યાણુજીની પેઢીએ તીર્થાંની વ્યવસ્થા અને તીર્થાદ્વારનું ઉત્તમ કાર્ય કર્યું. આ કાર્યાંમાં શ્રી નર્મદાશંકર સામપુરા, અમૃતલાલ ત્રિવેદી, નલાલ અને ચંપાલાલજીએ મહત્ત્વનું યેાગદાન કર્યું છે. આ સમય દરમિયાન પાલીતાણામાં આગમ મદિરાની સ્થાપના સારી પેઠે થઈ. સુરત, શ ́ખેશ્વર, અમદાવાદ, વેરાવળ વગેરે સ્થળાએ પણ આગમ માિ સ્થપાયાં. શ્રી કાનજી સ્વામીએ પણ. આગમ મદિરા બંધાવ્યાં; ગુજરાતમાં ૭૫ જેટલાં દેરાસરા સ્થપાયાં. આ સમયગાળામાં તી અને તિથિ નિમિત્તે જૈન સ`ઘેશમાં ઘણા વિવાઃ અને વિખવાદ થયા, જે કમનસીબી હજી પણ જોવા મળે છે.
સ્થાનકવાસી શ્રમણ સંઘનું સાદડી સ‘મેલન (સં. ૨૦૦૮માં) મળ્યું હતું. આમાં તેરાપ ંથની જેમ સંધના નાયક તરીકે એક જ આચાય રાખવાનું નક્કી કર્યું. પ્રથમ આચાર્ય તરીકે ૫ જામમાં (લુધિયાનામાં બિરાજતા ) આચાય આત્મારામજીની વરણી કરી. અત્યારે એમની પછી આચાર્ય આ આન ઋષિજી છે, પણ આ ગાઠવણમાં સ્થાનક્વાસી સંધના બધા સપ્રદાયાને સાથ ન મળ્યે એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org