________________
મહામૂલા સંદર્ભ ગ્રંથ
·
વગેરેમાં લક્ષમાં લેવાયા નથી એવું દેખાય છે.
દાખલા તરીકે, ભા. ૧, પૃ. ૬ પર ‘ઉપદેશમાલા-કથાનક છપ્પય્ નામની કૃતિ નોંધાયેલી છે, જેના કર્તા રત્નસિંહસૂરિશિષ્ય વિનયચંદ્ર હાવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આ પછી ભા, ૩, પૃ. ૪૦૧ પર એવા સુધારા કરવામાં આવ્યા છે કે કર્તારસિંહસૂરિશિષ્ય ઉદયધર્મ ઢાવા જોઈએ. કૃતિમાં ‘વિનયચંદ્ર' નામ મળતું જ નથી, અને ‘ઉદયધર્મ’ નામ શ્વેષથી ગૂંથાયું હેાવાનું માની શકાય તેમ છે તેમજ રત્નસિંહુસૂરિશિષ્ય ઉદયધર્મ અન્યત્રથી મળે છે, તેથી આ સુધારા કરવામાં આવ્યા છે. આમ છતાં ‘આપણા કવિએ’ (કે. કા. શાસ્ત્રી, પૃ. ૧૮૯ ) વગેરે ધણા સંદર્ભે આ કૃતિ વિનયચંદ્રને નામે મૂકે છે. ‘ગુજરાતી સાહિત્યને ઈતિહાસ' (સંપા. ઉમાશોઁકર જોશી વગેરે) ભા. ૧, પૃ. ૨૮૪ પર રત્નસિંહસ્ર રિશિષ્યને નામે તે! ભા. ૨, પૃ. ૫૮ પર ઉદયધર્મને નામે મુકાયેલી છે !
એ જ રીતે, જૈન ગૂર્જર કવિઓ' ભા. ૧, પૃ. ૫૧ પર ન્યાયસુંદરને નામે ‘વિદ્યાવિલાસ ચાપાઈ' તેાંધાયેલી છે. પછીથી ભા, ૩, પૃ. ૪૭૧ પર વાચનદેાષ સુધારીને કર્તાનામ ‘આજ્ઞાસુંદર' આપવામાં આવ્યું છે. આમ છતાં, ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન' (અનંતરાય રાવળ, પૃ. ૯૫) તથા ‘ગુજરાતના સારસ્વતા' (સંપા. કે. કા. શાસ્ત્રી) એ કર્તાનું નામ ન્યાયસુંદર' જ આપે છે,
૧૮૫
કર્તાનામ, કર્તાઓળખ, રચનાસંવત આદિ ઘણી વિગતામાં આ રીતે પાછળથી સુધારા થયા છે, પણ પહેલી નાંધને આધારે થયેલા લેખનમાં મૂળ સ્થિતિ એમ ને એમ રહી ગઈ છે. પહેલી નોંધમાં પછીથી સુધારા થયા છે એ અણુવાતું કાઈ સાધન નથી હેાતું એટલે આમ થવું સ્વાભાવિક છે, પરંતુ અભ્યાસીએ આ સ્થિતિને લક્ષમાં રાખી આ ગ્રંથને કાળજીથી ઉપયાગમાં લેવે જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org