________________
૧૮૨
જેન સાહિત્ય સમારોહ ગુર્જર કવિઓને આધાર લેવા હોવાનું સમજાય છે, પરંતુ એની પૂર્તિઓ બધી લક્ષમાં લેવાઈ હોય એવું જણાતું નથી.
(૨) ઉપરના જ કારણે વહેલા સમયની કૃતિ મોડી નાંધાય અને એના કર્તા-કૃતિ ક્રમાંક પાછળના આવે એવું બન્યું છે. ૧૨મા સિકાનાં કર્તા કૃતિઓ છેક ભા. ૩ના પૃ. ૧૪૭૨ થી ૧૪૦૪ ઉપર નોંધાયાં છે અને એને કોંક્રમાંક ૯૧૭ થી ૯૧૯ અને કૃતિક્રમાંક ૧૯૨૮ થી ૧૯૩૧ મળ્યા છે. આથી ક્રમાંકને સમયક્રમસયક માનવાની ભૂલ ન કરવી જોઈએ.
(૩) ગદ્યકૃતિઓની નોંધ છેડી જુદી ઢબે થઈ છે. પહેલા બે ભાગમાં દરેક સૈકાને અંતે ગદ્યકૃતિઓની યાદીરૂપ નેધ આપી છે ને એનો શબ્દાનુક્રમણિકામાં સમાવેશ કર્યો નથી. ત્રીજા ભાગમાં પ કૃતિઓની સાથે જ ગદ્યકૃતિઓની નોંધ લીધી છે, તે ઉપરાંત જૈન ગૂર ગદ્યકારો' એ શીર્ષકથી બધી જ પ્રાપ્ત ગદ્યકૃતિઓ અને એના કર્તાઓની નોંધ કરી છે. આ છેલી નેધ સૌથી અધિક્ત ગણવી જોઈએ. ત્રીજા ભાગમાં ગદ્યકાર અને ગદ્યકૃતિઓની સ્વતંત્ર શબ્દાનુક્રમણિકા છે એટલે ગદ્યકૃતિઓ માટે માત્ર ત્રીજો ભાગ અને એને અલાયદો વિભાગ આપણે જોઈએ તે એ પર્યાપ્ત ગણાય.
(૪) સામગ્રીમાં બે વખત પૂર્તિ થઈ છે અને ગદ્યકૃતિઓની અલગ નોંધ છે તેથી કઈ પણ કર્તા કે કૃતિ વિશેની સમગ્ર નોંધ માટે શબ્દાનુક્રમણિકાઓની મદદ લેવી અનિવાર્ય છે. આમાં એક વાત ખાસ લક્ષમાં રાખવા જેવી છે. ત્રીજા ભાગની શબ્દાનુક્રમણિકામાં કૌંસમાં આગલા બંને ભાગને સંદર્ભ સમાવી લીધો છે, પણ એ તો જે કર્તાઓ ને કૃતિઓ ત્રીજા ભાગમાં નોધાયાં હોય તેમના પુરતો જ. જે કર્તાઓ અને કૃતિઓ. ત્રીજા ભાગમાં નોંધાયાં ન હોય તેમને માટે તે પહેલા અને બીજા ભાગની શબ્દાનુક્રમણિકા જોવાની રહે જ છે.
(૫) જૈન ગૂર્જર કવિઓ'ની એક પદ્ધતિ લક્ષમાં રાખવા જેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org