________________
૧૬૬
જૈન સાહિત્ય સમારોહ
છે (અહીયાં ભૂમિકા આપેઆપ આવે છે) ત્યારે મધ્યમાની મુત્રમયી ભૂમિમાં પ્રવેશ થાય છે,
મનુષ્ય કંઠેમાં ઉત્થિત થતી વાણી, માનસિક ચિન્તા અને મનેગત ભાવથી જડાયેલી રહે છે. સ્મૃતિ-પરિશુદ્ધિથી આ વૈખરીના સાંકને પરિહાર થાય છે અને અન્નમય-મનેામય પ્રાણમય કષાની અશુદ્ધિઓ દૂર થઈને મધ્યમામાં મંત્ર ચૈતન્યને ઉન્મેષ આંશિક અનુભવાય છે.
પૂર્વસ સ્કારાને કારણે વારવાર મધ્યમામાંથી વૈખરીમાં (બહિરામભાવમાં ) આવાગમન થયા કરે છે. પરંતુ જ્યારે સંખ્યાથી, ભાવથી અને સૌષ્ઠવથી જપ ચાલુ રહે છે ત્યારે સ્મૃતિ-નાશ (કનાશ એ સ્મૃતિનાશ જ છે) થવા માંડે છે અને મત્રા અનાહત ધ્વનિમાં પર્યાવિત થાય છે. એક તરફ ગુરુશક્તિ અને એક તરફ સ્વકીય પ્રયત્નથી સાધક અંતરાત્મભાવને પામે છે અને તેનું વીય મૂલાધારમાંથી ઊધ્વ ગતિને પામીને આજ્ઞા અને સહસ્રારમાં જવા પ્રયાસ કરે છે.
મધ્યમાના અર્થ એ પ્રતિમાં મધ્યવતી સ્થાન સેતુ છે. પાશવ વૈખરી વાક્ અને પશ્યન્તિ દિવ્ય વાદ્ના મધ્યમા સેતુ છે.
મત્રાક્ષાના વાચ્યના અનુગ્રહથી, વૈખરીમાંથા મધ્યમામાં જેમ ઉત્થાન થયું, તેવી જ રીતે આમ્નાય અને વિશ્વાસઞાહુલ્યના પ્રભા વથી પક્ષ્યન્તિની દિવ્યવાકુના પણ સ્પર્શ થાય જ છે. જ્યાં મંત્રદેવતા-આત્મા-અને પ્રાણુની એકતા થતાં મ`ત્રચૈતન્યને સાક્ષાત્ અનુભવ થાય છે. વ્યક્તિત્વનું વિસર્જન અને અસ્તિત્વના ખેાધની ઝાંખી અહી મળે છે. પન્તિ એ આત્માની અમૃતકળા છે. પશ્યન્તિમાં સ્વરૂપદશ નથી અધિકારનિવૃત્તિ થાય છે.
પશ્યન્તિથી પર જે પરાવાકુ છે તે અનિચનીય પરંતુ સ્વસ વેધ અનુભવ છે જયાં વ્યક્તિમત જગત સમષ્ટિગત જગતમાં વિલીન થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org