________________
જૈન સાહિત્ય દિશા અને કાર્યક્ષેત્ર
૧૧ શરૂ કરવાની. એકલાં જૈન પુસ્તકના વેચાણના વ્યવસાયમાં કોઈ વ્યક્તિ પડે તો તે બહુ કમાય નહિ. કદાચ તેને ખાટ ખાવાને વખત પણ આવે. આ કામ કઈ સંસ્થાએ ઉપાડી લેવું જોઈએ, કે જેથી બાર મહિને આવતી ખેટ એના ભંડોળમાંથી પૂરી પાડી શકાય. જૈન સમાજ આટલું પણ જે મેટાં શહેરોમાં વ્યવસ્થિત રીતે કરે તે પણ જૈન ધર્મ અને સાહિત્ય પ્રત્યે જૈન અને જૈનેતર એવાં ઘણું માણસ આકર્ષાશે, અને એ દ્વારા સાહિત્યને વ્યવસ્થિત પ્રચાર થશે.
પુસ્તકોનાં આવાં વેચાણ કેન્દ્રોની સાથે જે જગ્યાની મોકળાશ હોય તે એક મોટા હોલમાં મહત્વના જૈન ગ્રંથનું એક કાયમનું પ્રદર્શન પણ યોજવા જેવું છે. એક અડધા કલાકની મુલાકાત દ્વારા પણ માણસને કેટલાંય મહત્ત્વનાં પુસ્તક નજરે જોયાને આનંદ મળે, જે કોઈ વખત પણ એમાંનું એકાદ પુસ્તક વાંચવાના રસમાં પરિણમે તો આવા પ્રદર્શનની સાર્થકતા ગણાય, પુસ્તકોના પ્રદર્શનની જેમ એની સાથે અથવા અલગ રીતે જૈન શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકલા ઇત્યાદિના ફેટાઓના પ્રદર્શનનું આયોજન પણ કાયમી ધોરણે કરી શકાય. જ્યાં જૈન વિશ્વવિદ્યાલય હોય ત્યાં આવો એક ખંડ તો અચૂક હેવો જોઈએ.
છેલા ત્રણેક દાયકામાં જેટ વિમાનના ઝડપી વ્યવહારને કારણે વિદ્યાભ્યાસ કે વ્યવસાય અંગે ઘણું જૈન કુટુંબો યુરોપ, અમેરિકા, કેનેડા. જાપાન, થાઇલેન્ડ, સિંગાપુર, મલેશિયામાં જઈને વસેલાં છે: એની પહેલાં આફ્રિકાના કેટલાક દેશમાં અને બર્મામાં પણ ઘણું કુટુંબ વસેલાં છે. આમ જેનેની વસતિ આખી દુનિયામાં પથરાયેલી છે. ત્યાં વસતાં કેટલાંયે મા-બાપની ચિંતા પિતાનાં સંતાનોને જૈનત્વના સંસ્કાર કેવી રીતે આપવા અને પિષવા તેને લગતી છે. ગુજરાતી કે હિંદી ભાષાથી અજાણ, કેવળ અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન કે જપાની ભાષા જાણનાર જૈન બાળકોને માટે જૈન સાહિત્ય અને તત્વજ્ઞાનની
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org