________________
૧૫૮
જૈન સાહિત્ય સમારોહ નાણુને પ્રવાહ જે ચાલુ થશે તે એ ક્ષેત્રમાં કામ કરનારા પંડિતસંશોધકે મળી રહેશે. આજે તો આવી ખાસ કઈ મેટી જનાઓ ન હોવાને કારણે પંડિતે અને સંશોધકે પણ ક્યારેક ક્ષેત્રપરિવર્તન કરતા રહે છે. *
ગયા સૈકામાં યુનિવર્સિટીની કક્ષાએ જ્યારે જુદી જુદી ભાષાઓને અભ્યાસક્રમમાં સ્થાન અપાઈ ચૂકયું હતું, ત્યારે જૈન સમાજે પ્રાકૃત, અર્ધમાગધી ભાષાને મૅટ્રિક તથા બી. એ. અને એમ. એ.ના અભ્યાક્રમમાં દાખલ કરાવવા પ્રયત્ન કર્યો હતો. જેને પરિણામે શાળાકૉલેજમાં અર્ધમાગધી ભાષા અને એમાં લખાયેલા જૈન સાહિત્યનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઠીક ઠીક રહેતી. આ રીતે એ પરંપરા ચાલુ હતી. છેલ્લા ત્રણ-ચાર દાયકાથી સરકારી નીતિને કારણે, યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં થતા ફેરફારને કારણે તથા જૈન સમાજની ઉદાસીનતાને કારણે શાળામાં અર્ધમાગધીને અભ્યાસ કરનાર વિદ્યાથીઓની સંખ્યા ઘણી જ ઘટી ગઈ છે. પરિણામે જૈન અર્ધમાગધી સાહિત્યમાં રસ લેનાર વિદ્વાનોની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. અર્ધમાગધી ભાષાને વિષય શેડે કઠિન ગણાય. વળી એ લેનાર વિદ્યાર્થીને આજીવિકાની દષ્ટિએ ભવિષ્ય બહુ ઊજળું ન લાગે.
એને કારણે વિદ્યાર્થીઓ આ વિષય માટે બહુ તૈયાર ન થાય એ - દેખીતું છે. ઠીક ઠીક નાણાકીય આયોજન વિના આ કાર્ય પાર પડી - શકે નહિ. જૈન સમાજે પોતાના દાનનો પ્રવાહ આ દિશામાં ઊલટભેર - વહાવવાની ઘણી આવશ્યકતા છે. જૈન સમાજ પાસે વિદ્વાન પંડિત નડિ હોય તો જૈનવના સંરકારનું ધોરણ નીચું જાય તે નવાઈ નહીં.
અર્ધમાગધી ભાષાને અભ્યાસ જૈન સાધુઓ માં સંસ્કૃત ભાષાની -સાથે ઠીક ઠીક રહ્યા કર્યો છે. કેટલાય આચાર્યો પિતાના શિષ્યોને - ભાષા અને વ્યાકરણની સાથે શાસ્ત્રોને સધન અભ્યાસ કરાવી રહ્યા છે, એ આપણું માટે બહુ ગૌરવની વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org