________________
૧૫૦
જૈન સાહિત્ય સમારોહ વૈવિધ્યપૂર્ણ કૌશલ દર્શાવે છે, ગૂઢમંડપના મુખ્ય દરવાજાની બે બાજુએ સુંદર નકશીકામવાળા બે ખત્તક (ગોખલા) આવેલા છે. લોકો એને “દેરાણી-જેઠાણના ગેખલા” તરીકે ઓળખે છે. આ નામના તાત્પર્ય અંગે તેજપાલની પત્ની (દેરાણું) અને વસ્તુપાલની પત્ની(જેઠાણીએ એ બે ગોખલા પોતપોતાના પિયેરના પૈસાથી પિતાની નામના માટે કરાવરાવ્યા એવી દંતકથા પ્રચલિત છે. પરંતુ એ તદ્દન કપોલકપિત છે, કેમ કે એ ગોખલા ખરી રીતે તેજપાલે પોતે જ પિતાનાં બીજી પત્ની સુહડાદેવીના હોય અર્થે કરાવ્યા હોવાનો દરેક ગોખલાના છજા ઉપર લેખ કરેલો છે.૨૫ સુડા દેવીના પિતા ઠકુર આસા પત્તન(પાટણ)ને મોઢ વણિક હતા. હતિશાલામાં ચંડપ, ચંડપ્રસાદ, સેમ, અશ્વરાજ, લૂણિગ, મલ્લદેવ, વસ્તુપાલ, તેજપાલ, જૈત્રસિંહ અને લાવણ્યસિહ– તેજપાલના કુટુંબના એ દસ પુરુષોની ગજારૂઢ મૂતિઓ હતી. હાલ હાથી મજૂદ રહ્યા છે, પણ એના પર બેઠેલા પુરુષોની પ્રતિમાઓ નષટ થઈ ગઈ છે. પરંતુ એ હાથીઓની પાછળ દસ ખત્તકો(ગોખલાઓમાં (આચાર્ય ઉદયપ્રભ તથા વિજયસેન સાથે ) ચંડપ, ચંડપ્રસાદ, સેમ, અશ્વરાજ, લૂણિગ, મલદેવ, વસ્તુપાલ, તેજપાલ, જૈત્રસિંહ અને લાવણ્યસિંહની ઊભી સપત્નીક પ્રતિમાઓ કરાવેલી છે. સ્તંભ તથા વિતાનકે વગેરેમાં આરસનું આ દેરાસર પણ શિલ્પકલા અજબનું વૈવિધ્ય તથા કૌશલ્ય ઠાલવે છે.
મહામાત્ય વસ્તુપાલનાં સાહિત્યિક મંડળમાં પુરોહિત સોમેશ્વરદેવ, ગીડ કવિ હરિહર, અમરચંદ્રસૂરિ, હરિસિંહ, ઉદપ્રભસૂરિ, . નરચંદ્રસૂરિ, બાલચંદ્રસૂરિ વગેરે અનેક સિદ્ધહસ્ત કવિઓ થયા. વસ્તુપાલ પિતે વિદ્વાન અને કવિ હતા ને એણે નરનારાયણાનંદ” નામે મહાકાવ્ય રચ્યું હતું. અનુપમદેવી પણ કંકણકાવ્ય રચતાં ને ષડૂ. દર્શનેની સારી જાણકારી ધરાવતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org