________________
ગુજરાતના..આદિ કલાઓમાં જૈન ધર્મનું પ્રદાન ૧૪૭ ત્રિતીર્થિક પ્રતિમાઓ અને (યક્ષ ધરણેન્દ્ર તથા યક્ષિણી પદ્માવતીની પ્રતિમાઓ સહિતની) પાર્શ્વનાથની પ્રતિમા.૨૬
સોલંકી કાલ (ઈ. સ. ૯૪૨–૧૩૦૪), જે ગુજરાતનો સુવર્ણકાલ ગણાય છે તે દરમ્યાન ગુજરાતમાં જૈન ધર્મને ઘણે અભ્યદય થયા. દુર્લભરાજના સમયમાં સુવિહિત (વસતિવાદી) વર્ધમાનસૂરિ અને એમના શિષ્ય જિનેશ્વરે અણહિલવાડમાં સુવિહિત સાધુઓ માટે મહામહેનતે ઉપાશ્રય પ્રાપ્ત કર્યો હતા. જિનેશ્વરને દુર્લભરાજે ખરતર” બિરુદ આપેલું. રાજા ભીમદેય ૧ લાના મામા દીક્ષા લઈ જૈન સાધુ થયા હતા. એ દ્રોણાચાર્યે અભયદેવસૂરિકૃત નવાંગ-ટીકાએનું સંશોધન કરેલું. અબુદગિરિ ઉપર ભીમદેવના મંત્રી દંડનાયક વિમલે વિ. સં. ૧૦૮૮(ઈ. સ. સં. ૧૦૩૨)માં વિમલ-વસતિ નામે આદિનાથ-ત્ય બંધાવ્યું. એના વંશજ પૃથ્વીપાલે કુમારપાલના સમયમાં ઈ. સ. ૧૨૫૦માં એને જીર્ણોદ્ધાર કર્યો. હાલનાં રંગમંડપ અને હસ્તિશાલા આ સમયનાં છે. હસ્તિશાલામાં મોખરે વિમલ મંત્રીની મોટી અશ્વારૂઢ પ્રતિમા નજરે પડે છે. મંદિરને ફરતી પર દેવકુલિકાઓ છે. આ દેરાસર એની વિશિષ્ટ શિ૯૫કૃતિઓ માટે વિખ્યાત છે. કર્ણદેવે ઈ. સ. ૧૦૮૪માં ગાંભૂ પ્રદેશમાં સુમતિનાથની વસતિને ભૂમિદાન દીધું હતું.૧૭ હર્ષપુરીય ગુચછના હેમચંદ્રસૂરિને કર્ણદેવે માલધારી બિરુદ આપેલું ને એ સૂરિના ઉપદેશથી સિદ્ધરાજ જયસિંહે પોતાના રાજયમાં ૮૦ દિવસનું અમારિપત્ર લખી આપ્યું હતું. વાદી દેવસૂરિએ સિદ્ધરાજ સમક્ષ ભાગવત સંપ્રદાયના દેવબોધિને પિતાની વિદ્વત્તા દર્શાવી, ને ઈ. સ. ૧૧૨૫માં કર્ણાટકના દિગંબરવાદી કુમુદચંદ્ર પર વાદવિવાદમાં વિજ્ય પ્રાપ્ત કરી ગુજરાતમાં શ્વેતાંબર સંપદાયનું વર્ચસ વધાર્યું. સિદ્ધરાજ જયસિંહે આપેલાં પ્રેરણા અને પ્રોત્સાહનથી હેમચંદ્રાચાર્ય “સિદ્ધહેમ શબ્દાનુશાસન તૈયાર કર્યું. વળી એ આચાર્યો “ચાશ્રયમાં ચૌલુકય (સોલંકી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org