________________
૧૩૨
જૈન સાહિત્ય સમારોહ
વળી અર્વાચીન કાળમાં પ્રાચીન ગ્રંથના અનેક સંપાદકો અને સંશોધકે કરે છે તેમ અભયદેવસૂરિ “ભગવતી સૂત્ર ટીકાની પ્રશસ્તિમાં વૃત્તિકાર તરીકે પોતાની મુશ્કેલીઓ વર્ણવે છે –
सत्संप्रदायहीनावत् सदूहस्य वियोगतः सर्वस्वपरशास्त्राणामदृष्टेरस्मतेश्च मे । वाचनानामनेकत्वात् पुस्तकानामशुद्धितः । सूत्राणामतिगाम्भीर्यान्त्रतभेदाच्च कुत्रचित् ॥ क्षणानि सम्भवन्तीह केवलं सुविवेकभिः । सिद्धान्तानुगतो योऽर्थः सोऽस्माद् ग्राह्यो न चेतरः ।
વળી એમાં જ અભયદેવસૂરિ પૂર્વકાળની ચૂર્ણિઓ અને વૃત્તિઓને નિર્દેશ કરે છે, જેમાંની કેટલીક અત્યારે મળતી નથી –
क्वचिट्टीकावाक्य क्वचिदपि वचश्चौर्णमनगं कचिच्छान्दै वृत्ति क्वचिदपि गमं वाच्यविषयम् । क्वचिद्विद्वद्वाचं क्वचिदपि महाशास्त्रमपरं समाश्रित्य व्याख्या क्षत इह कृता दुर्गमगिराम् ।।
(૨૫મા શતકની વૃત્તિને અંતે) यद्वाङ्महामन्दरमन्थनेन शास्त्रार्णवादुच्छलितान्यतुच्छम् । भावार्थरत्नानि ममापि दृष्टो यातानि ते वृत्तिकृतो जयन्ति ।।
(૩૦ માં શકતની વૃત્તિને અંતે) પાણિનિ અને હેમચન્દ્રનાં પ્રમાણભૂત વ્યાકરણો રચાતાં એમાં નિર્દિષ્ટ પૂર્વકાળના કેટલાયે વૈયાકરણ વિસ્મૃત થયા; કૌટિલ્યના “અર્થશાસ્ત્રમાં નિર્દિષ્ટ રાજ્યશાસ્ત્રના અનેક વિચારકેના ગ્રંથો નામશેષ થયા અને વાસ્યાયનના કામસૂત્રમાં વિગતે ઉલેખ પામેલી કામશાસ્ત્રની વિવિધ શાખાઓના અનેક લેખકની કૃતિઓ વિલુપ્ત થઈ તેમ અભયદેવસૂરિની ટીકાઓના વ્યાપક ઉપયોગને કારણે અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org