________________
૧૧૩
જૈન સાહિત્યગત પ્રારંભિક નિષ્ઠા પુનરુત્થાન થવા લાગ્યું ત્યારે જૈનોએ પણ પોતાના સાહિત્ય માટે પ્રાકૃત ઉપરાંત સંસ્કૃત ભાષાને પણ અપનાવી. તે એટલે સુધી કે મૂળ જૈન આગમેની ટીકાઓ ગદ્ય કે પદ્યમાં પ્રાકૃતમાં લખાતી હતી તેને બદલે ઈસાની આઠમી સદીના પ્રારંભથી તો સંસ્કૃતમાં લખાવા લાગી અને પછી કદીયે ટીકાઓ પ્રાકૃતમાં લખાઈ જ નહીં. અને એક વાર પરંપરામાં સંસ્કૃત ભાષાનો પ્રવેશ થયે એટલે સાહિત્યના બધા પ્રકારોમાં પ્રાકૃતને બદલે મુખ્યપણે સંસ્કૃતને અપનાવવામાં આવી. આ તે ભાષાની વાત થઈ. હવે આપણે પ્રતિપાદ્ય વસ્તુ વિશે વિચારીએ.
વેદ, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદોના કાળ પછીનું જ જૈન સાહિત્ય આપણને મળે છે એ નિર્વિવાદ છે. એટલે વૈદિક સાહિત્યના પ્રભાવથી સર્વથા મુક્ત એવું જૈન સાહિત્ય શક્ય જ નથી. પણ વૈદિક ધર્મની જે નિષ્ઠા હોય, જે સિદ્ધાતો હોય તેમાંથી જૈન સાહિત્ય ક્યાં જુદું પડે છે, એ જ વિચારવાનું પ્રાપ્ત થાય છે. પ્રારંભમાં એવું બન્યું છે કે વૈદિક વિચારને જ કેટલીક બાબતમાં અપનાવવામાં આવ્યો. પણ કાળક્રમે તેમાં પરિવર્તન આવ્યું. ઉદાહરણ તરીકે, આચારાંગમાં આત્માના પારમાર્થિક સ્વરૂપના નિરૂપણમાં વૈદિક વિચાર જ નહીં, તેની પરિભાષા પણ અપનાવવામાં આવી, પણ કાળક્રમે તેમાં પરિવર્તન કરવામાં આવ્યું, જ્યારે એમ માલૂમ પડવું કે જૈનસંમત સ્વતંત્ર વિચાર સાથે વેદસંમત આત્મસ્વરૂપને સમગ્ર ભાવે મેળ નથી.
'
. આચારાંગમાં એક બાજુ એમ કહેવામાં આવ્યું કે આમાં સંસારમાં પરિભ્રમણ કરે છે. આ મૌલિક વિચારની સાથે આત્માની વિદિકસંમત વ્યાપકતાને મેળ સંભવિત જ નથી. આથી આત્માને દેહ પરિમાણ રૂપે સ્વીકારીને તેની વેદસંમત વ્યાપકતાનો નિષેધ કર્યો. એને પરિણામે આચારાંગમાં જે એમ કહેવામાં આવ્યું હતું કે આત્મા
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org