________________
૧૦૫
જ્ઞાન, કર્મ અને ભક્તિ પછી આવા ઉપદેશને અર્થશે ? અર્થ કશે જ નહિ પણ ઊલટે અનર્થ ઘણે. તેથી એક પ્રકારનું દંભનું વાતાવરણ ઊભું થાય છે. અને દંભની હવા આત્માથી માટે સદા ગૂગળાવનારી હેય છે. એટલે જ કબીરજીએ કહ્યું કે વિદ્વાન બ્રાહ્મણ) ભલે આમજનતાના ગુરુ બને, પણ એ સંતના, સાધુના, મહાત્માના ગુરુ તે નહિ જ બની શકે. વિદ્વાન વેદને ઉથલાવી-ઉથલાવી અનેક અટપટા અર્થો કાઢશે, તારવશે. પણ એથી શું વળ્યું ? એ કાંઈ સંતપુરુષને તોલે તે થેડેક જ આવી શકવાને હતા ? હૃદયના ગુણ આગળ બુદ્ધિના ગુણ પાણું ભરે છે. પવિત્રતા આગળ પંડિતાઈ ફિક્કી લાગે છે. સંત આગળ પંડિતની કાંઈ કિંમત નથી.
પિથી માંહેના રીંગણાં જેવા પંડિતે તમામ શાસ્ત્રોને ભણીભણુને ધુરંધર ગણાયા, વિશારદ ગણાયા, મહામહોપાધ્યાયની ઉચ્ચતમ પદવીને પામ્યા, પરંતુ હરિ સાથે હેત ન કરી જાણ્યું. તે પછી મેળવ્યું શું ? કીર્તિની કમાણી કરી છતાં એ કમાણીએ કાયમની યારી ન આપી. ભક્તિનું ભાથું સાથે લીધું હોય તે અધ્યાત્મની યાત્રા પૂરી કરી શકાય, કીર્તિના બાચકા ભરવાથી નહિ. શબ્દોનાં જાળાંઝાંખરાંમાં અને અર્થોની સૂકી અટવીમાં પંડિતા અટવાઈ પડ્યા અને ખેતરો ખૂંદી વળ્યા, પણ ક્યાં ય ભગવાનને ભેટો ન થયો. જ્યારે કબીરે તો હૃદયમાં જ પરમાત્માને પામી ગયો. પોતાની પ્રાપ્તિ અને સિદ્ધિનાં ગાન-ગાણું કબીરજીને નથી ગાવાં. એમને એ રુચે પણ નહિ. છતાં ભાન ભૂલેલાંની અનુકંપા ખાતર પિતાને સ્વાનુભવ કહેવાની લાલચને કબીરજી નથી રોકી શકતા. એટલે એ બેલી ઊઠયાઃ
ચાર બેદ પંડિતે પઢચા, હરિસ કિયા ન હેત;
બાલ કબીરા લે ગયા, પંડિત ઢંઢે ખેત.” શબ્દના શિલ્પીઓ આમતેમ ભટકતા, રખડતા રહ્યા અને ભલેભેળ, સીધા, સાદો કબીરે (બાલ) ભાલખજાન લઈ ચાલ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org