________________
જ્ઞાન, કર્મ અને ભક્તિ મા. અમૃતલાલ ગે પાણી
જ્ઞાન અને ક્રિયામાં પ્રથમ સ્થાન જ્ઞાનને આપ્યું છે કારણ કે શાસ્ત્રોની જાણકારી ન હોય તે આચરણની દિશા નકકી કરી શકાતી નથી. શાસ્ત્રો પણ ભગવાનનાં ભાખેલાં છે અને એટલે એમાં મોક્ષની ચાવી રહેલી છે. જગતના ઉપકાર માટે કરુણાભાવે એ કહેવામાં આવ્યાં છે: “હું આ રીતે બૂઝયો છું અને તમે પણ ઈચ્છા હોય તે આ રીત અજમાવી બૂઝો” એવું એ સંત-મહાત્માઓ ઊંચે હાથ કરી જગત સાંભળે તેમ બેલ્યા છે. દયા, દાન, પરોપકાર, સેવા વગેરે ધર્મના પ્રકાર છે એવું જાણીએ છીએ એટલે જ આપણે એ પ્રમાણે વતીએ છીએ. પણ જાણતા જ ન હોત તો ? “ પટમ નાણું તઓ દયા” આ શાસ્ત્રવાક્યથી પણ આ અભિવાચિત થાય છે. દરેકે પિતાને આપ્તપુરુષ પસંદ કરવાનું છે એનું પણ આ જ રહસ્ય છે, કારણ કે આપણે જે વિચારી ન શકીએ એ આપણા આપ્તપુરુષે આપણા માટે વિચાર્યું છે. તેઓ સિદ્ધ, બુદ્ધ, મુક્ત હતા તેમ આપણે પણ તેમના પગલે ચાલી વિચારી શકીએ અને કાલાંતરે પણ એમના જેવા બની શકીએ. આપણે છદ્મસ્થ છીએ એટલે આપણું જ્ઞાન પણ મર્યાદિત છે, એટલે અમર્યાદિત જ્ઞાન ધરાવતા એવા આપણું આપ્તપુરુષના જ્ઞાનના પ્રકાશમાં આપણે આપણી જીવનયાત્રા ગાળીએ તે ન્યાલ થઈ જઈએ.
પરંતુ એકલું જ્ઞાન શા કામનું ? અંધ-પંગુ ન્યાયે જ્ઞાન અને ક્રિયાબનેને લેવાના છે. બન્ને વચ્ચે પરસ્પરને સહકાર નહિ હોય તે ધ્યેયને સિદ્ધ કરી શકાશે નહિ. જ્ઞાન ભારરૂપ ન થવું જોઈએ. અર્થાત એ ડુબાડનારું ન બને, પણ તારનારું બને એ જોવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org