________________
* બકના કામ
74
ન હોવા જોઇએ. એક તો પોતાના વિષયની સજ્જતા-વિદ્વતા અને બીજુ પોતાના વિદ્યાર્થીઓ પ્રત્યે વાત્સલ્યભાવ
પ્રેમ. ડૉ. શેખરચંદ્ર બન્ને ગુણો ધરાવે છે. ડો. શેખરચંદ્ર પોતાના વિષયમાં અદ્ભુત પ્રભુત્વ ધરાવે છે. તેમની સાથેની વાતચીતમાં તેમના વિશાળ વાચન અને ઊંડા અભ્યાસ- અધ્યયનની પ્રતીતી સતત થતી રહે છે. તેમની સાથે તમે કોઈ પણ વિષયની ચર્ચા કરો તો તેઓ પોતાનો અભિપ્રાય-મંતવ્ય તર્કબદ્ધ રીતે માહિતી સભર વિગતો સાથે રજૂ કરે.
પોતાના અધ્યાપનને લગતાં વિષયની સાથે જૈન તત્ત્વજ્ઞાન જેવા અતિગહન અને ઊંડાણભર્યા વિષયનું ખેડાણ કરીને તેમાં સિદ્ધહસ્ત થવું અતિ દુષ્કર કાર્ય છે. આ કાર્ય ડો. જૈન સહજતાથી કરી શક્યા છે. આ બાબત તેમની જ્ઞાન-પિપાસા, લગન, નિષ્ઠા અને પરિશ્રમ જેવાં ઉમદા ગુણોને આવિષ્કૃત કરે છે. જૈન તત્વજ્ઞાન અતિ વિશાળતમ અને અતિ સૂક્ષ્મતમ વિભાવનાઓ (Concepts)ના તર્કબદ્ધ ગહન ચિંતનને સ્પર્શે છે. ડૉ. શેખરચંદ્ર જૈન, જૈન તત્વજ્ઞાનની આ વિભાવનાઓને સરળ સ્પષ્ટ અને સરળતાથી સમજાય તેવી સાદી ભાષામાં અભિવ્યક્ત કરી શકે છે. વિદ્વત્તાની આ એક પારાશીશી છે.
પોતાના વિદ્વત્તાપૂર્ણ પ્રવચનો દ્વારા તેઓ દેશ અને વિદેશમાં જૈન ધર્મ-દર્શનના મર્મથી અનેક લોકોને અવગત કરાવીને એક મોટી સેવા કરી રહ્યા છે. પોતાના પ્રકાશન “તીર્થકર વાણી'ના ઉપક્રમે પણ લોકો સુધી જૈનતત્ત્વજ્ઞાન નો લાભ પહોંચાડીને એક મોટી સેવાકીય પ્રવૃત્તિ તેઓ નિઃસ્વાર્થ ભાવે કરે છે. જે અભિનંદનને પાત્ર છે.
ડૉ. શેખરચંદ્રના વ્યક્તિત્ત્વનું બીજું એક પાસું પણ નોંધનીય છે. તે છે સેવાકીય પ્રવૃત્તિનું. તેઓએ પોતાની વિદ્વતા પ્રવચનો પૂરતી સીમિત નથી રાખી. પણ સેવાકીય પ્રવૃત્તિ મારફતે કાર્યાન્વિત પણ કરી છે. આ એક સુભગ સમન્વય ગણી શકાય. ડૉ. શેખેચંદ્ર વાણી અને વ્યવહારથી ઉત્તમ જૈન છે. તેઓ એક ટ્રસ્ટની રચના કરીને તબીબી ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેઓ પાતાના વિસ્તારના સામાન્ય અને ! ગરીબ લોકોને રાહતના દરે અથવા નિઃશુલ્ક તબીબી સેવા આપવાનો સ્તુત્ય પ્રયાસ કરીને ઉમદા ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે.
આવી બહુમુખી પ્રતિભાસંપન્ન વ્યક્તિનું જાહેર અભિવાદન થાય તે ખૂબ જ પ્રશંસનીય અને આવકારદાયક પગલું છે. આ માટે સંબંધિત તમામ આયોજકો અભિનંદનના અધિકારી છે.
ડૉ. શેખરચંદ્ર પોતાની ઉત્તમ અને ઉમદા પ્રવૃત્તિઓ દીર્ઘકાલ કરી શકે અને તેમના દ્વારા સમાજને વધારે ને વધારે લાભ મળતો રહે તેઓ તંદુરસ્ત દીર્ધાયુ ભોગવે એવી મંગલકામનાઓ પાઠવું છું.
અરવિંદ સંઘવી (અમદાવાદ) પૂર્વ શિક્ષણ અને નાણાં મંત્રી, ગુજરાત રાજ્ય
- सतह से शिखर तक शेखर जैन
किसी भी व्यक्ति का व्यक्तित्व उसके हृदय में रही हुई चेतना एवं उससे जुड़े अनेक प्रकार के संस्कारों में । निहित होता है। जितनी गहरी जड़ें अतीत से जुड़ी होती हैं; उतनी ऊँची फुनगियाँ आकाश को छूती हैं। कभीकभी तो उस व्यक्ति का व्यक्तित्व ही एक विचारधारा या उसका प्रतीक बन जाता है।
चरन् वै मधु विन्दति चरन् स्वादुमदुम्बरम्। सूर्यस्य पश्य श्रेमाणं यो न तन्नयते चरश्चरति॥