________________
42
स्मृतियों के वातायन से
ઢાળ્યું છે. નિરભિમાની, તત્ત્વચિંતક અને મોટા આત્મ-સાધક છે. જૈન દર્શનના મર્મજ્ઞ અને જૈન આચારના આદર્શ પથિક છે.
ડૉ. શોભના આર. શાહ (અમદાવાદ)
સાંપ્રદાયિક સંકીર્ણતાથી પર વ્યક્તિત્વ
ડૉ. શેખરચન્દ્ર જૈન જૈન દર્શનના ઉચ્ચકોટિના વિદ્વાન, સરસ્વતીના સાધક અને પ્રભાવશાળી પ્રવચનકાર છે. સ્વયં એક વિશેષ સંપ્રદાયના હોવા છતાં હમેશા સાંપ્રદાયિક સંકીર્ણતાથી પર રહ્યા છે. ભગવાન મહાવીર સ્વામીના અનેકાંતવાદને એમણે પચાવ્યો છે. વિદ્વત્તાના શિખરે બિરાજતા ડૉ. શેખરચંદ્ર બહુમુખી પ્રતિભા ધરાવે છે. વ્યક્તિ તરીકે સરળ, નમ્ર અને મિલનસાર ડૉ.શેખરચંદ્ર મળવા જેવા, વાંચવા જેવા અને સાંભળવા જેવા માણસ છે.
શ્રી રશ્મિભાઈ ઝવેરી (મુંબઇ)
1 તત્ત્વજિજ્ઞાસુ
ભારતીય ફલક પર જૈન દર્શન અંગે યશસ્વી કાર્ય કરનાર સેવા સંનિષ્ઠ અધ્યાપક, વિદ્વાન, સમાજસેવી અને સંસ્કૃતિ વિચારક ડૉ. શેખરચંદ્ર જૈનના કાર્યથી સૌ પરિચિત છે. તેઓએ જૈન સમાજની એકતા માટે સંપ્રદાય ભેદથી દૂર રહી નિરંતર લેખન દ્વારા સેવા કરી છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તેઓએ અનેક સામાજિક કાર્યો કર્યા છે.
ભાવનગરમાં ભારત જૈન મહામંડળના નિમિત્તે પ્રથમ પરિચય થયો હતો ત્યારબાદ અમદાવાદમાં તેમની સાથે સ્નેહસંબંધ સ્થપાયો. તેમની યશગાથા દેશ-પરદેશમાં અજવાળાં પાથરતી રહી છે. તેઓ માનવમૂલ્યોને નિરંતર પોતાની સેવાથી ઉચ્ચસ્તરે લઇ ગયા છે. આ અભિનંદન ગ્રંથ પ્રકાશન સમયે શબ્દો ! પણ ઓછા પડે. હું તો પ્રભુને પ્રાર્થના કરું કે તેઓ સતત સાહિત્ય ક્ષેત્રમાં, ધર્મક્ષેત્રમાં યશસ્વી બને.
ડૉ. મનહરભાઇ શાહ
તંત્રી ‘અંતરધારા’ અમદાવાદ
एक कर्मपुरुष की धर्मयात्रा
सुदूर वीरभूमि मध्यप्रदेश से संतों की, धीमंतों की एवं श्रीमंतों की धरती अहमदाबाद में आकर डॉ. श्री ! - शेखरचन्द्र जैन ने अपनी कर्मयात्रा आरंभ की। दो संस्कृतियों के सुगम संयोग ने उन्हें धर्मयात्रा की प्रेरणा दी। अपनी कर्तव्य निष्ठा को धर्मनिष्ठा में तबदील कर दिया।
श्री शेखरचन्द्र जैन ने जीवन के प्रत्येक क्षेत्र को कुरुक्षेत्रीय धर्मयुद्ध समझकर अपने आपको सफल सिद्ध किया। एक सखा के रूप में, प्राथमिक शाला से विश्वविद्यालय तक शिक्षक के रूप में, महाविद्यालय के प्राचार्य के रूप में, प्रशासक के रूप में, धर्म प्रचारक के रूपमें, उनकी यात्रा एक सम्पूर्ण जीवन का इतिहास बन गई। प्रत्येक क्षण को प्रेम प्लावित बनाने के आयास में वह स्वयं प्रेम स्वरूप हो गये। जैन धर्म के अनुरूप जीवन जीने ! और धर्म का प्रचार करने के प्रयास में वह स्वयं एक पाठशाला बन गये ।
क्या भुलूं, क्या याद करूँ ? स्मृतियों के वातायन आयतन बन सामने खड़े हो गये हैं। एक लंबी स्मृति सूची है। पुरा ग्रंथ चाहिये। अभिनंदन समिति और जैन समाज इस पुनीत कार्य के लिये अभिनन्दन सह अभिवादन के पात्र है। हम डॉ. शेखरचन्द्र जैन की निरामय, उद्देश्य पूर्ण चिरायु की कामना करते हैं।
सर्वेन्द्रमणि त्रिपाठी (मै. ट्र. श्री कमलामणी एज्युकेशन ट्रस्ट)