________________
E
ના
518
એક શિal આબા તથા સફળ વ્યવસ્થા
શ્રી દિનેશચંદ્ર સી. ગાંધી (અમદાવાદ) સાધર્મી તથા સાવ્યવસાયિક ડૉ. શેખરચંદ્ર જૈન ને ઘણા સામાજીક અને ધાર્મિક પ્રસંગે મળ્યો છું. તેઓ એક સદાય આનંદી, સ્પષ્ટ વક્તા અને ઉત્તમ કેળવણીકાર છે. હિન્દી સાહિત્યના પ્રખર અભ્યાસી, જાણકાર તથા ઉત્તમ વક્તા છે. તદઉપરાંત તેમનો જીવ-આત્મા શિક્ષકનો છે. વળી, કુશલ વ્યવસ્થાપક, કુશળ સામાજીક કાર્યકર અને જૈન ધર્મના ઊંડા અભ્યાસી છે. કોઈની પણ શેહશરમમાં આવ્યા વિના તેમને જે સત્ય લાગે, જે વાત ન ગમે તે સ્પષ્ટ વક્તા તરીકે જાહેરમાં કહી પણ દે છે.
આવા ડૉક્ટર શેખરચંદ્ર જૈનના જીવન પર દૃષ્ટિપાત કરતા જણાય છે કે તેઓ આજીવન અધ્યાપક રહ્યા છે. સન ૧૯૫૬માં એસ.એસ.સી. પાસ કર્યા પછી તેઓએ બેંકમાં ક્લાર્ક તરીકે કામ કરવાની ઓફર મળી હતી. પણ તેઓએ કહ્યું “મારે કારકૂન થવું નથી અને પછી તેઓએ પસંદગી ઉતારી અધ્યાપક થવાની, અને ૧૯૫૬માં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં ‘ટિચર’ બન્યા. તેઓને પૂછયું કે આ ક્ષેત્ર જ કેમ પસંદ કર્યું તો બોલ્યા “આ કાર્યમાં એક તો માનસિક શાંતિ મળે છે. બીજુ બાળકો સાથે સતત રહેવાથી ચિત્તમાં પ્રસન્નતા રહે છે અને સૌથી મહત્ત્વપૂર્ણ કે આગળ ભણવાની સગવડ રહે છે. હા! એક વાત એ પણ છે કે પરિવારને આર્થિક મદદ પણ થાય છે. આ વ્યવસાયમાં ઝૂઠ અને માયાચારી હોતી નથી.'
તેઓએ મેટ્રિક થી બી.એ. સુધીનો અભ્યાસ પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતાકરતા પૂર્ણ ર્યો અને પછી આર.વી.એમ. કે ગર્લ્સ હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષક તરીકે જોડાયા. અહીં તેઓએ બે વર્ષ સુધી અધ્યાપન કાર્ય કરતા કરતા એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો અને ૧૯૬૩ થી તેઓ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા અને ૧૯૬૩ થી ૧૯૯૭ સુધી અમરેલી, રાજકોટ, સૂરત, અમદાવાદ, ડાકોર, ભાવનગરની કોલેજમાં અધ્યાપન કાર્ય કરી છેલ્લે અમદાવાદની લૉ સોસાયટીની સદગુણા સી.યુ. શાહ આટલ્સ કોલેજમાંથી નિવૃત્ત થયા. આમ તેઓએ ૪૧ વર્ષ સુધી પ્રાથમિક થી કોલેજ સુધી અધ્યાપન કાર્ય કર્યું. જયારે હું તેમના સંપર્કમાં ! આવ્યો અને પૂછ્યું
પ્રશ્ન: આપને આ ત્રણે સ્તરો ઉપર અધ્યાપન કાર્યમાં કેવો અનુભવ થયો?