________________
110,
iા तैयार किया गया था, उसके प्रधान संपादक डॉ. शेखरचंद जैन थे। ____ हमें भी उनके निर्देशन में सभी तरह का पत्र व्यवहार, पुस्तकालय का कार्य एवं जैनमित्र का प्रूफ रीडिंग वगैरह सीखने का मौका मिला। __ सूरत में मुनि पुंगव श्री १०८ सुधासागरजी महाराज के सानिध्य में चातुर्मास के समय श्रावकाचार संग्रह के विषय में तीन दिन की गोष्ठी का आयोजन हुआ उस गोष्ठी का मंच संचालन भी डॉ. शेखरचंद जैन ने किया था, उस समय मुझे उनके साथ सहभागी के रूप में काम करने का मौका मिला था। . ___ मैं श्री वीर प्रभु से प्रार्थना करता हूँ कि डॉ. शेखरचंद्र जैन शतायु हों और जिनवाणी का जीवन पर्यंत तक प्रचार प्रसार करते रहें।
शैलेष डी. कापडिया संपादक- 'जैनमित्र' सूरत
s તમોને અમારા ગૃહપતિ તરીકે જેવા જાણ્યા તેવા અહીં વર્ણવ્યા ભાવનગરની “મહાવીર જૈન વિદ્યાલય” નામની સંસ્થામાં સન-૧૯૭૫ થી ૧૯૭૯ના પાંચ વર્ષ હું આપના સાન્નિધ્યમાં રહ્યો. આપશ્રી અમારા ગૃહપતિ હોવા ઉપરાંત આપશ્રી વાળિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રાધ્યાપક અને પછી પ્રિન્સિપાલ પદે બિરાજમાન હોવા છતાં, અમને કોઇને, ક્યારેય, આપશ્રી એક “મોટાભાઈ” કે “પિતાજી”ની ભૂમિકાથી ઉપર દેખાયા નથી. અલબત્ત આપના નિર્મળ અને અહંકારરહિત હૃદયને લીધે આપે જ અમોને એ રીતે પાળ્યા-પોષ્યા-સાંભળ્યા કે જેથી અમે આપને અમારા સ્વજન સિવાય બીજી કલ્પનામાં વિચારી પણ ન શકીએ.
આપ અત્યંત કડક શિસ્તપાલનમાં માનવાવાળા, સમય અને સંયમમાં ઉચ્ચતમ ધ્યેયવાળા, ક્યારેય | કોઈની શેહશરમ રાખ્યા વિના, સંપૂર્ણ તટસ્થતાથી નિર્ણય કરવાવાળા, સંસ્થાના બંધારણ અને નીતિનિયમોને ચુસ્તતાથી વળગી રહેનારા, કડક સ્વભાવની પ્રકૃતિવાળા હોવા છતાં પણ આપે અમારામાં જે છાપ ઊભી કરી છે, તેમાં મને દેખાય છે, આપની નિર્મળતા, સહૃદયતા, લાગણીસભર, માતૃહૃદયી, પિતૃહૃદયી, વડીલ, બંધુત્વની ભાવનાવાળા, એક એવા સાચા પથદર્શક કે જેણે અમારા કોલેજકાળના, સર્વરીતે વગોવાયેલા. કહેવાતા ગોલ્ડન પિરિયડને સાચા અર્થમાં ગોલ્ડન પિરિયડ બનાવી દીધો.
હું એક-બે પ્રસંગ અહીં વર્ણવીશ.
(૧) સંસ્થામાં છેલ્લા ૨-૩ વર્ષ દરમ્યાન મેં ભોજન વ્યવસ્થાની જવાબદારી લીધેલી. દરમ્યાન પંચાવન વિદ્યાર્થીના ભોજન માટે અમારા માટે માન્ય સીંગતેલનો જથ્થો “ચટાકેદાર ભોજનની અપેક્ષાએ ઓછો પડતા, યેનકેન પ્રકારે બહાનાબાજીથી અમે તમારી પાસેથી સીંગતેલ વધારે મેળવતા રહ્યા અને અંદરઅંદર મલકાતા રહ્યા કે સાહેબને કેવા બનાવ્યા? પણ જ્યારે આપે બિલકુલ સહજ ભાવે પૂછી લીધું હતું કે, ભોજનમાં કોઈ તકલીફ તો નથીને? ભલે ગમે તે બહાને સીંગતેલ વધારે લઈ જાવ પણ શાંતિથી સારું જમવાનું તો મળે છે ને! આપનાં આ વાક્યોમાં આપનું માતૃહૃદય-પિતૃહૃદયની હાજરી બતાવી આપી.
(૨) એકવખત સાર્વજનિક ઈસ્ત્રીની કોઇલ બળી જવાથી. તે કોના દ્વારા થયું તે જાણવાનું હતું. કોઈ વિદ્યાર્થી પકડાતો નથી. ત્યારે તેમણે મારું નામ લીધુ. હું ગુસ્સાથી ભરેલો આપની સમક્ષ મોટા અવાજે બોલવા લાગ્યો ત્યારે તમારા એક વાક્ય મને ઠંડો પાડી દીધો “અંધારામાં તીર મારવાની જેમ મેં તારું નામ :