________________
83
અને તેમના જીવનના દરેક ક્ષેત્રના માર્ગ સફળ બનાવે જેથી તેઓશ્રી વધુ ને વધુ પરીપૂર્ણ થાય. છેલ્લે એક વાક્ય લખવાનું પ્રલોભન છોડી નહી શકુ કે ‘શ્રી જૈન સાહેબ એક વ્યક્તિ નહીં પણ હું સંસ્થા છે.’
ધીરુભાઈ દેસાઈ (અમદાવાદ)
જૈન દર્શનના પ્રચારક, સંનિષ્ઠ વિદ્વાન વક્તા, તત્વ ચિંતક
શૂન્યમાંથી સર્જનની જેમ પ્રારબ્ધ અને પુરુષાર્થથી આપબળે આગળ આવી કર્મભૂમિ ભાવનગરને બનાવી પ્રોફેસર અને પ્રિન્સિપાલના ઉચ્ચ હોદાઓ કેળવણી ક્ષેત્રે શોભાવી અમદાવાદમાં બિરાજતા ડૉ. શેખરચંદ્ર જૈન ખરેખર સમાજના જૈન સમાજના અભિનંદનના અધિકારિ છે. તેની વિદ્વત્તા પાસે હું નાનકડો સાહિત્યરસિક જીવ છું પણ મને યાદ આવે છે ૧૮ વર્ષ પહેલાંનો પરદેશની ધરતી ઉપરનો લેસ્ટરમાં થયેલ । પ્રતિષ્ઠા મહોત્સવ જેમાં મારે ૪૫ દિવસ તેમના સત્સંગમાં રહેવાનો અણમોલ અવસર સાંપડેલ.
1
ઘણા સમયથી તેમની ઇચ્છા પરદેશ પ્રવાસની હતી- તેમાં આ તક સાંપડતા તેઓ ખૂબ જ ખુશ થયા. અમો બન્ને સાથે ભાવનગરથી વાયા મુંબઈ પ્લેન દ્વારા ઉપડ્યા. યુરોપ જૈન સમાજના પ્રમુખશ્રી ડૉ. । નટુભાઇ શાહના બંગલે ડૉ. નટુભાઈ તથા તેમના પ્રેમાળ પત્ની શ્રીમતી ભાનુબહેને અમોને આવકાર્યાઅમારી કાળજીપૂર્વક સરભરા કરી તેમને ત્યાં ૪૨ દિવસ અમને રાખ્યા હતા.
પ્રતિષ્ઠાની વિશિષ્ટતા એ હતી કે- એકજ મંદિમાં જૈનોના ચારે ફિરકાનો સમન્વય કરવામાં આવેલ. આપણે ભારતમાં નથી તેવી સાચી એકતાના મહાવીર સ્વામી ભગવાનના એકતાના સંદેશનું પાલન અહીં ઉત્સાહભર થતું હતું.
મને અને ડૉ. જૈનને ઘણી કામગીરી સોંપાણી હતી અમો દહેરાસર અને નિવાસસ્થાન સિવાય કશું જ જોવા જતા નહીં. ફક્ત કામ-કામ ને કામજ કરવું તે અમારો ઉદ્દેશ હતો.
આ પ્રસંગે અદ્ભુત જાણકા૨ી સાથેનું સોવિનિયર ‘The Jain’ વિશાળ દળદાર અંક બહાર પાડવાનું પણ મોટુ કામ હતુ. અમને તે જવાબદારી પ્રેસમાં લઇ બધા લેખો-વગેરે વ્યવસ્થિત કરવા પ્રૂફ સુધારવાં વગેરે કાર્યમાં ડૉ. જૈન ખરેખર અદ્ભૂત કાર્ય કર્યું હતું જે હું વિસર્યો નથી. ટાઇમસર પ્રગટ થાય તે માટે અમો બન્ને છેલ્લા બે દિવસ સતત પ્રેસ ઉપર જ રહ્યાં અને ડૉ. જૈનના અથાગ શ્રમથી સફળતાપૂર્વક કાર્યકરી અમે ટાઇમસર અંક પ્રગટ કરાવ્યો. જેમાં ડૉ. જૈનની વિદ્વત્તાનાં દર્શન થયાં.
· દિગમ્બર સમાજના ભગવાન કલ્યાણ પ્રસંગે એક મુખ્ય પાત્રની ગેરહાજરી હતી ત્યારે ડૉ. જૈને તુરત જ વ્યવહાર કુશળતા અને સમજણથી તે પાત્ર જરૂરી વેશભૂષા ધારણ કરી સફળતાપૂર્વક પાર પાડ્યું અને સૌને ખુશ કર્યા.
સતત ૪૨ દિવસ અમે સત્સંગમાં સાથે જ રહ્યાં હું ઉંમરમાં મોટો પરંતુ વિદ્વત્તામાં નાનો છતાં મારા સહાયક સાથીદાર તરીકે મને ખૂબ જ આદર આપતા હતા તે તેમની નમ્રતા હતી જે હું ભુલ્યો નથી. તે પ્રસંગે ડૉ. જૈન તથા મને સ્ટેઇજ ઉપર બોલાવી સન્માન કરી મોમેન્ટો અર્પણ કરેલ અને લંડનમાં પણ ઘણી સંસ્થાઓએ સન્માનેલ તેમણે યોગ સાધનાના વર્ગો ચલાવી તેના અઢળક જ્ઞાનની પ્રતીતિ કરાવેલ. આવા વિદ્વાન સાથે / પરદેશની ધરતી પર સાથે રહેવાનુ બન્યું તેનુ મને ગૌરવ છે. પછી તો તેમણે પ્રવચનો-યોગના વર્ગો માટે ઘણા પરદેશ પ્રવાસ ર્યા છે.
1
મનુભાઇ સેઠ (ભાવનગર)
I