________________
એ
પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : વિદ્યમાન શબ્દ દેહ સંસ્કૃતિનું રક્ષક બંધારણ ભારતીય સંસ્કૃતિને ટેકે આપશે કે નહિ તે નક્કી નહિં પરંતુ જાગૃતિ, સંસ્કૃતિની જાગૃતિ તે આવે જ. લેકશાહી તે ટેળાશાહી અને દાદાગીરી અને ગુંડાશાહીમાં પણ ઝુકવા માંડી છે.
દેશમાં ઘોર હિંસા. કતલખાના વિગેરે દ્વારા વધી રહી છે; ખાણી પીણી અભય બની રહે છે, આચાર વિચાર અનાચાર તરફ વળી રહ્યા છે, સજજનને પીડા અને દુર્જનને સગવડ વધતી રહી છે. ધર્મ ઉપર કાયદા અને અધર્મને બારે ભાગોળ ખૂલી રહી છે. આમાં સરકાર પણ રસ લઈ સંસ્કૃતિને દબાવવા અને વિકૃતિને પિષવા કાયદા પણ કરી રહી છે. શાસ્ત્રાધારે ન્યાય જોઈએ એને બદલે કાયદાને આધારે ન્યાય છે અને એ કાયદા પરદેશીઓએ કે પરદેશીઓના બંધારણ ઘડેલા કે દેશી જે પરદેશી બન્યા છે તેમણે ઘડેલા છેઆ કાયદા માટે ધર્મશાસ્ત્ર મનુ સ્મૃતિ કે અનીતિ કે તેવા ધર્મ
થે તેઓ જોતા જ નથી. પરદેશીઓ દ્વારા શેષણનીતિ આઝાદી પહેલાં ચોરી છૂપીથી હતી. આઝાદી પછી હવે અહીંના જ ઉદ્યોગ સાધને યંત્ર વિ. તેવા બન્યા છે કે પરદેશીઓને જ બધું પહોંચાડવું પડે.
મૂળ વાત એ છે કે ભારતીય નામના ભારતીય બની રહ્યા છે અને હૈયામાં પરદેશીકરણ બેઠું છે જેથી હિંદુસ્થાનની જે સંસ્કૃતિ છે તે કાં તે દૂબળી બને છે, કાં તે પાતળી બને છે, કાં તે નાશ પામે છે.
આ બધી પરિસ્થિતિઓને અનેક રીતે વિચારીને ભારતીય હિંદુ મહાસંસ્કૃતિ અને તેના સામેના ભયે આક્રમણને પારખીને શ્રી પ્રભુદાસભાઈએ જે લખ્યું છે તેને
આર્ય સંસ્કૃતિને વિધમાન શબ્દ દેહ કહુ તે ચાલે આ-શબ્દ દેહ ભારતીયના દેહમાં પ્રવેશી જાય તે ભારતીય માનવી જ આર્ય સંસ્કૃતિને વિદ્યમાન દેહ બની જાય. અને બની ન જાય તે છેવટે ખ્યાલ આવે કે શ્રી પ્રભુદાસભાઈ જે લખી ગયા છે, વિચારી ગયા છે અને તેમનું ૭૦ વર્ષ પહેલાનું લખેલું કેટલું તાદશ અનુભવાય છે, તેમના સંસ્કૃતિના શદ દેહને ખૂબ ખૂબ જગત સમક્ષ, આર્યો સમક્ષ, હિંદુઓ સમક્ષ, જેને સમક્ષ, વિચારકે સમક્ષ, તત્ત્વો સમક્ષ મુક જરૂરી છે અને એ દિશાના પ્રયત્ન રૂપે જ તેમના લખેલા મહાકાય પંચપ્રતિક્રમણ સૂત્રોના વિવરણનું સંપાદન ૯૦૦ પેજ નું કર્યું અને તેમના લખેલા વિપુલ સાહિત્યમાંથી કંઈક અભિનંદન ગ્રંથ રૂપે સંપાદિત થયું છે.
તેમના વિપુલ પ્રગટ અપ્રગટ સાહિત્ય માટે પ્રગટ કરવાનો પ્રયાસ જરૂરી છે. પરંતુ તે કોણ ક્યારે કરશે તે કહી શકાય નહિ. તેમના સ્વર્ગવાસને વરસે થયા ગણી પણ તે દિશામાં ખાસ કંઈ મહત્વનું થયું નથી. તેમના કેટલાક વિચારો સંમત