________________
જઈશ
: પ્ર. શ્રી હર્ષ પુષ્પામૃત જેન ગ્રંથમાળા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) અને તેઓને રસાલો અહીંના પ્રદેશને, લોકોના જીવનને ઉંડાણથી અભ્યાસ કરતા, રહેતા - ઝીણામાં ઝીણી માહિતી મેળવતા રહેતા હતા. તે વિગતે બહાર તેમના મુખ્ય કેન્દ્રને એકલતા રહેતા હતા. તથા કેવી યોજનાઓથી અહીંની પ્રજાના જીવનમાં પરિવર્તન લાવી શકાય તેનું માર્ગદર્શન મોકલતા રહેતા હતા. તે મુજબ બહારનું કેન્દ્ર યોજનાઓ તૈયાર કરતું, અને ત્યાંથી આવેલ કુશળ રાજ્યદ્વારી લો કે આપણા દેશના લોકો સાથે મળીને - એ યોજનાએ જડબેસલાક લાગુ કરી દેતા હતા. - નટુ- પરંતુ તેમાં આપણે દેશના લોકોને યુનિવસીટીઓ કાઢી ભણવવાની શી જરૂર પડી ?
બાપુજી- આ દેશના લેકના સહકાર વગર તે તેમણે તૈયાર કરેલી જનાઓ લાગુ પાડી શકાય તેમ નહોતું. તે એ યોજનાઓ લાગુ કરવામાં તેને સહકાર લે ? તેથી તેમણે પોતાનું શિક્ષણ આપીને એક એવો વર્ગ તૈયાર કરવાનું નક્કી કર્યું. જે આ દેશમાં યુરોપિયન પ્રજાજનોએ ધારેલાં પરિવર્તન લાવવામાં સહકારી બને, એટલું જ નહીં; કેટલાક કાર્યક્રમ તેઓ જાતે જ ઉપાડી લે. આ દેશની પ્રજાને પટકવા માટે તેમાંથી જ એક નવો વર્ગ ઉભો કરી તેની સામે ગોઠવવાનું નક્કી કર્યું.
નટુ- નવું શિક્ષણ આપવાથી શું પરિણામ આવ્યું? | બાપુજી- એક જ દેશની પ્રજા બે ભાગમાં વહેંચાતી ગઈ. ચાને પ્યાલો એક આંખને - પ્રિય ભાસે, બીજી આંખને તે ફેંકી દેવા લાયક લાગે. એકને બૂટ પહેરીને જમવા બેસવામાં આનંદ આવે. બીજાને તે એક મહાભયંકર પ્રવૃતિ કરવા જેવું લાગે. આ દેશની પ્રજાના જીવનનાં ચાર પાસામાંથી ત્રણ પાસાં તે લગભગ યુરોપિયન પ્રજાના આધિપત્ય નીચે છે. રાજકીય જીવન લગભગ યુનોના આધિપત્ય નીચે છે. આર્થિક જીવન લગભગ વર્લ્ડ બેંકના આધિપત્ય નીચે છે, સામાજિક જીવન કબજે કરવા માટે યુનેસ્કે સંસ્થા દ્વારા જોરદાર પ્રયાસ ચાલી રહ્યા છે. ધાર્મિક જીવન બીજા ત્રણની અપેક્ષાઓ હજુ કાંઈક
સ્વતંત્ર છે. તેને કન્જ કરવાની હળવી શરૂઆત હવે થઈ ગઈ છે. - ન- એને અર્થ તે એ થયો કે કેગ્રેસ નામની સંસ્થાએ આ દેશની પ્રજાને સ્વતંત્ર કરવાને બદલે વધુ પરાધીન બનાવી છે.
બાપુજી- એમ જ છે. આ દેશના શિક્ષિત ગણાતા માણસે જ વધુ અભણ છે. નટુ! તને પેલી વાર્તા તે યાદ હશે. કાગડી કેયલના માળામાં ઈંડા મૂકી આવી. પિતાનું ઇડું સમજી કેયલ તેને સેવતી હતી. તેવી જ રીતે કોગ્રેસ સંસ્થા પરદેશી પ્રજાના હિત માટે પરદેશીઓ દ્વારા સ્થાપવામાં આવી હતી. નવું શિક્ષણ લીધેલાઓ પેલી કેયલની જેમ તેને પોતાની સંસ્થા માની બેઠા હતા. પરિણામે તેમણે આજે ભારતની શાંતિપ્રિય પ્રજાને, કેઈનું પણ બુરું ન ઈચ્છનારી પ્રજાને મહા જોખમમાં ઉતારી છે. થોડા ભણેલા લેકેએ
પરદેશીઓના હાથા બની જઈ આ દેશની મોટા ભાગની પ્રજાને સર્વાનાશને માર્ગે ચડાવી પી દીધી છે, પ્રજાનું સાચું સ્વાતંત્ર્ય છીનવી લીધું છે. પ્રજાને મહા પરાશ્રિત જીવન જીવતી બનાવી દીધી છે.
(“હિતમિત માંથી).
Have Searance