________________
TJETRIETETAS
(૫૮ :
પ્ર. શ્રી હર્ષપુ પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર)
પણ એને જ આધીન છે. અને દ્રવ્યઃ ક્ષેત્રના કાળા અને ભાવ ના સંજોગોમાં માર્ગ કાઢવાનું પણ એનું જ કામ છે. બીજાનું નથી.
નજીકના ભવિષ્યમાં એવા સંજોગો ગોઠવાઈ રહ્યા છે, કે જેમાંથી શાસનને યોગ્ય માર્ગો બચાવ કરવાની ઘણુજ મહત્તવની પરિસ્થિતિ ઉભી થાય, તેવા સંજોગે લાગે છે.
તે સારા કુટુંબના યુવકે એ અને કિશોરાએ “શાસન સેવામાં–જગની, પ્રાણીમાત્રની SS) અને પિતાના આત્માની સેવા છે, દેશની, કુટુંબની, અને જ્ઞાતિની સેવા છે. આર્ય | = ? સંસ્કૃતિ અને આર્ય પ્રજાની સેવા છે.” એમ સમજીને સ્વેચ્છાથી મુનિવર્ગમાં ભરતી ૨AI
થઈ મુનિવર્ગની જગમાં શોભા ઉત્પન્ન કરવી જોઈએ. અથવા કટોકટીના સમયમાં RV શાસન નાવને ભર દરીયામાંથી પસાર કરાવીને કૃતકૃત્ય થવું જોઈએ.
આજે મુનિ મહાત્માઓ અને સાદવીઓ માટે અભ્યાસના કશા સંગીન સાધને છેજ નહીં. કેઈકેઈ ઠેકાણે પાઠશાળાઓમાં એકાદ પંડિતની બેઠવણ હોય છે. પરંતુ આ પદ્ધતિ શ્રી સંઘના હિતની નથી, આવી પદ્ધતિથી મુનિ મહાત્માઓ પાઠશાલાઓના નિશાળીયાઓ બની જશે. પરંતુ જગતની સર્વ સંસ્થાઓ કરતાં “મુનિઓ તદ્દન સ્વતંત્ર છે.” એ ભાવ ઉડી જશે. આપણે મુનિમહાત્મા તરીકેનું ઉદ્ધારક ખમીર ગુંગળાવીને નિશાળીયા કે સુપ્રીટેન્ડેન્ટ બનાવવા નથી ઇચ્છતા, પણ સ્વતંત્ર અને નિરપેક્ષ, ત્યાગી. તપસ્વી, જ્ઞાની, પ્રભાવક, મહાત્માઓ તરીકે ટકાવી રાખવાં ઈચ્છીએ છીએ.
| મુનિઓને શાસ્ત્રાજ્ઞાયુક્ત ગુર્વાસા શિવાય કશુ બંધન જ આ જગતનું હોઈ શકે cલ નહીં, ને છે પણ નહીં.
પરંતુ, ખરી રીતે એવી ગોઠવણ કરવી જોઈએ-કે-જે મુનિ મહારાજ જે વિષયમાં તૈયાર થઈ શકે તેમ હોય, તેના સાંગોપાંગ સંગીન સાધને અને , અધ્યાપકે તેમની પાસે તેઓ જ્યાં હોય, ત્યાં ગોઠવી આપવા જોઈએ, કે જેથી એક એક મુનિરાજ તે તે એક એક વિષયમાં પારંગત થઈ શકે. દાખલા તરીકે કઈ ધર્મશાસ્ત્રમાં, કઈ કર્મગ્રંથમાં, કેઈ ન્યાયમાં, કેઈ વ્યાકરણમાં, કેઈ શિલ્પમાં, કોઈ જોતિષમાં, કેઈ વૈદ્યકમાં, કે સંગીતમાં, કઈ પ્રતિમા નિર્માણના શાસ્ત્રમાં, કઈ પ્રતિષ્ઠા-શાંતિસ્નાત્રાદિમાં, કેઈ મંત્ર
શક્તિ, વ્યાખ્યાન કળા, ઉપદેશ શૈલિ, શાસ્ત્રનિર્માણ, પ્રતિબંધ શકિત, કાયદા, બંધારણ ડાક સંઘ વ્યવસ્થા, સ્થાનિક સંઘોમાં વ્યવસ્થા, આચાર ક્રિયાઓ, ગણિતાનુગ, વિધિએના ==
હેતુઓ, સંઘની મિલ્કત, દ્રવ્યાનુયોગ, કથાનુગ, સત્ય ઈતિહાસ, પ્રાચીન સત્ય સંશોધન, વિગેરે વિવિધ વિષયમાં જેની જે શકિત હોય, તેમાં આગળ વધારવા સંપૂર્ણ સાધને , તેમની પાસે જ પહોંચાડવા જોઈએ, જેથી થોડા ખચે એક એક વિષયમાં સારા નિષ્ણાત મુનિરાજે તૈયાર થઈ શકે. અને તેઓ શાસનનું તમામ ચાલુ કામ સંભાળી શકે.