________________
(15
કેકાર
h'T
પ્ર. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા
* પ૭
નન ન
આને અર્થ એ નથી કે, “શ્રાવકને ધાર્મિક જ્ઞાન વિનાના બુડથલ રાખવા” પરંતુ મુનિ મહાત્માઓ સમર્થ હશે, તે તેઓના જ્ઞાનને પ્રવાહ અવશ્ય શ્રાવકને મળશે. અને યોગ્ય માર્ગે દોરવણી પણ મળશે, કુવામાં હશે તે હવાડામાં આવશે. જોકે જરૂર પૂરતું શ્રાવકને માટે ખર્ચવામાં પણ વાંધો નથી, તે પણ ઈષ્ટ છે. પરંપરાની આમ્નાય અનુસાર ધર્મ પ્રભાવના કરે તેવા અમુક સંખ્યામાં શ્રાવકે વિદ્વાને થાય, તેની સામે કેને વાંધો હોય ?
પરંતુ, અમુક રકમમાંથી અમુક સંખ્યાના શ્રાવક બાળકે અમુક હદ સુધીનું મધ્યમ જ્ઞાન મેળવી શકે. કેમકે-બધી સંખ્યા ઉચ્ચ જ્ઞાન તે ન જ મેળવી શકે.
ત્યારે તેટલી જ રકમમાં થેડી સંખ્યા ઉંડા જ્ઞાનના ખજાના સુધી પહોંચી શકે. શાસનને જરુર પડે, ત્યારે બધાય મધ્યમ જ્ઞાનવાળા ખરે વખતે મદદ ન આપી શકે, પરંતુ એકાદ બે વિશિષ્ટ વ્યક્તિ હોય, તે જ તે ખરે વખતે સંઘને માર્ગદર્શક થઈ શકે છે.
ઉ ત્તમ કૃતિ ર તારાગૈરવિ ! “એક ચંદ્ર અંધકારને નાશ || કરી શકે છે, પરંતુ સેંકડે તારાઓ પણ અંધકારનો નાશ કરી શકતા નથી.” માટે જ છે | વિશિષ્ટ વ્યક્તિઓ ઉત્પન્ન કરવી જોઈએ,
પરમાત્મા મહાવીરદેવ એક જ થયા, પરંતુ શું તે વખતે બીજા સેંકડો વિદ્વાને નહીં હોય? હશે જ, પરંતુ અજ્ઞાન અંધકારને જેટલી પ્રબળતાથી તેમણે નાશ કર્યો, III તેટલો કેણ કરી શકયું?
સારાંશ કે-આપણા શ્રી સંઘની પૂર્વાપરથી આ જ નીતિ ચાલી આવે છે, કે-આપણી ખાતે પાસે જેટલા સાઘને હોય, તેટલાથી પ્રખર મુનિ મહાત્માઓ ઉત્પન્ન કરવા, અને તેમ કરતાં સાધન વધે તે મધ્યમ, ને જઘન્ય ઉત્પન્ન કરવા. અને તેથી વધે તે પછી ૫ શ્રાવકે માટે ઉપયોગ કરવાને હરકત નથી. પરંતુ ખરી ગુંચવણ વખતે પ્રખર મુનિ PA જ મહારાજાએ જેટલા શાસનને માટે ભોગ આપી બુદ્ધિ પૂર્વક દોરવણી કરી શકે, તે રીતે જ
બીજા પાસેથી આશા રાખવી વધારે પડતી છે. અને શાસનનું રક્ષણ થયું કે–તેમાં દુન્યવી સવ રક્ષણે પણ સમાયેલા જ છે. એટલે શ્રાવકોનું પણ ખરું હિત તેમાંજ છે. ધન ધાન્યની સંપત્તિની ચાવી પણ એજ છે. શ્રાવકે વ્યવહારમાં આગળ પડતા થાય ને ધર્મના ભકત ટકી રહે તેવા જ તૈયાર થવા જોઈએ.
માટે મુનિ મહાત્માઓને તૈયાર કરવા માટે જગતમાં જે જે સાધન બીજા માટે વપરાતા હોય, તે સર્વ કરતાં ખાસ વિશિષ્ટ પ્રકારના સાધનેની જનાઓ શ્રી સંઘે કરવી જ જોઈએ. એજ સર્વનું શરણ છે. દરેક જમાનામાં દેવ અને ધર્મની ઓળખાણ