________________
પં. પ્રભુક્રસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા
-
૩૯
* ૨. પહેરવેશ, ઘર, શહેર, ગામડાં, વિગેરેની રચનામાં સાદાઈ અને આર્ય રીતભાત અને શિલ્પના નિયમો વિગેરે ટકી રહેવા જોઈએ.
૩. પૂર્વકાળથી ચાલ્યા આવતા લગ્નાદિ વ્યવહારો અને તેના ઉત્સવ ચાલ્યા આવતા રીતરીવાજ પ્રમાણે જ ચાલુ રહેવા જોઈએ.
૪. પુરોહિતે: ગોરેઃ ધર્મ સંસ્થાઓ: વિગેરેના જે સંબંધ અને લેવડદેવડ, કર વિગેરે હોય તે ચાલુ રહેવા દેવા જોઈએ, તેડવા નહી, ને નવી રીત દાખલ થવા ન દેવી. અમલદારની જાળ ઓછી કરી, પ્રજાને આર્થિક શેષણને ભાર ઓછો કરી, વેઠ વિગેરે ચાલુ રહે, તેમાં એટલું નુકશાન નથી. અમલદારના પગાર પૂરા પાડવા, અને વેઠ બનેય બોજા ઉપડી ન શકે. વેઠ શબ્દમાં સહકાર સહાનુભૂતિ સેવા અને મદદને ભાવ છે, છતાં તેને હાલમાં ટા રૂપમાં ગઠવી નિંદવામાં આવ્યો છે. - પ. જેન લગ્નવિધિ, ઓછા ખર્ચના લગ્ન, સીવિલ મેરેજ, લગ્ન કરાર, આંતરજાતિયઆંતરરાષ્ટ્રીય લગ્ન, મુક્ત વિહાર વિગેરે, તને સિદ્ધાન્ત તરીકે ઉત્તેજન આપવા જેવું છે જ નહીં.
૬. આજના–એક પત્નીત્વઃ વિધવા પુનર્લગ્નઃ છુટાછેડા: સ્ત્રીઓની આર્થિક સ્વતંત્રતા સીએના વારસા હક્કર લલિત કળાઓની ખીલવણ: સ્ત્રી કેળવણી: સંતતિનિયમનઃ સ્ત્રીઓના હકોઃ બાળલગ્ન નિષેધર વૃદ્ધવિવાહ અટકાયતઃ બાળસંરક્ષણ મરણ પાછળ રડવું કુટવાને નિષેધ: આધુનિક અક્ષર જ્ઞાન લેજના અને દારુ નિષેધની હીલચાલઃ એ વિગેરે વિચારો તરફ પ્રજા ન દોરાય, તેને ખ્યાલ રાખવો જોઈએ. અને તેના
શ્રી હીરસૂરિજી મહારાજ અને વિજય સેનસૂરિજી મહારાજશ્રીએ મેળવેલા અનેક બાદશાહી ફરમાનેને પુરાતત્ત્વની જાળ મારફત અપ્રમાણિક ઠરાવી દઈ આપણને કોટેમાં લડવાનું આપણી જ કોન્ફરન્સ મારફત ઉશ્કેરાવીને શીખવ્યું છે. આપણી તે તે જ્ઞાતિઓ પોતાની જ્ઞાતિમાં ગમે ત્યાં કન્યાઓ આપી શક્તિ હતી. તેના ગોળ બંધાવવાનું પણ આપણને એ સંસ્થાઓ મારફત શીખવ્યું. અને હવે “લડેમાં, જે હોય તે આપીને પણ સમાધાન કરે. અને ગમે ત્યાં ગમે તે ન્યાતમાં ગમે તે પ્રજામાં કન્યા આપવામાં હરકત નથી.” એવા ઉપદેશે પણ એ સંસ્થાના માર્ગના જ દયેયમાં છે. સબબ કે પ્રથમ આપણને એ સંસ્થાઓએ આપણું રૂઢ વિચારેને વધારે પડતું ઉત્તેજન આપીને આપણને છાપરે ચડાવ્યા અને હવે એવી સંકડામણમાં કયા કે-આપણે આપણે રૂઢ સિદ્ધાંત મૂળથીજ છોડવાની જરૂર ઉભી થાય. એટલે હવે આપણને પટકવા પણ એ સંસ્થાઓ જ તૈયાર છે. એમ કેટલીયે બાબતમાં બન્યું છે.
YOU
Earlhacha