________________
પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથઃ ટુંક પરિચય
* ૩૧ સંપ્રીતચંદ પં. કાન્તિલાલ ભૂધરદાસ પં. લહેરચંદ કેશરીચંદ પં. મફતલાલ વિનયચંદ પં. જેરાંદભાઈ ઉણ પં. જેચંદભાઈ નેમ રાંદ જામપુર પં. ગુણવંતલાલ ઠાર વિગેરે તૈયાર થયા છે.
ત્યારબાદ પંડિત પ્રભુદાસભાઈના હાથે તૈયાર થયેલા પંડિતે પાસે તૈયાર થયેલાપં. કાતિલાલ નગીનદાસ શાહ શ્રી મોતીલાલ માસ્તર પં. સુરેન્દ્ર પં. રમણલાલ પં. લાલરાંદ ૫. ધીરુભાઈ પં. રસિકભાઈ પં. રતિલાલ ચિ. પં. જશવંતલાલ પં. પુનમચાંદ પં. વસંતલાલ પં. ચિમનલાલ પાલિતાણાકર પં. રમણીકલાલ પં. સેવંતીલાલ વી. ૫. પન્નાલાલ વસંતલાલ માસ્તર પં. માણેકલાલ પં. ધીરુભાઈ નાના પં. વસંતલાલન. પં. સુરેશ સી. પં. ચન્દ્રકાન્ત વિગેરે છે.
એ પ્રમાણે તૈયાર થયેલા સર્વે શ્રી પ્રભુદાસભાઈને વારસે છે સર્વે પ્રભુદાસભાઈનું ઋણ સ્વીકારે છે, તેમના તરફ પૂજય ભાવની દષ્ટિથી જુવે છે અને જૈન સમાજમાં સમ્યગ જ્ઞાન પ્રદાનનું પવિત્ર કાર્ય કરે છે.
પ્રભુદાસભાઈએ દિનપ્રતિદિન અવિરત પરિશ્રમ લઈ મહેસાણા પાઠશાળાને ઉત્તમોત્તમ વિદ્યાધામ બનાવ્યું હતું.. અનેક અભ્યાસીઓને તેમની ભણાવવાની અજોડ કળાથી અભ્યાસ કરાવી તૈયાર કર્યા છે. અને અનેકાનેક મુનિ મહાત્માઓ પણ તેમની પાસે અભ્યાસ કરી તૈયાર થયા છે.
છે
શ્રી પ્રભુદાસભાઈ પંડિતે પચાસ સાઠ વર્ષો પહેલાં ભાખેલું અને લખેલું તે આજે સાક્ષાત્ દેખાય છે. - ' આ વિષયમાં વિશેષાર્થિઓએ-તેમનું લખેલું મેટું પંચ પ્રતિક્રમણ જે હાલમાં છે પ.પૂ. આચાર્યવર્ય શ્રી જિનેન્દ્રસૂરિજી મ. સાહેબ દ્વારા પુનઃ પ્રકાશિત થયું છે તે અને આ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રના બે ભાગ–મોટા ચોપડા શ્રેયસ્કર મંડળ મહેસાણા તરફથી બહાર પડેલા છે તે, તેમજ તેમણે સ્વતંત્ર રીતે શરૂ કરેલ “હિતમિતપશ્ય સત્યમ” નામનું માસિક, તેની ફાઇલ વિગેરે સાહિત્ય વાંચી લેવું.
પ્રભુદાસભાઈએ ઘણું લેખ લખ્યા છે, તેમાંના ઘણા પ્રગટ થયા છે તેથી ઘણુ હજુ અપ્રગટ છે.
પ્રભુદાસભાઈએ જૈન શાસન વિષે, આર્યસંસ્કૃતિ અને તે પ્રજા વિષે ઘણું ઘણું : પુષ્કળ સૂક્ષ્મચિંતન કરેલું છે, તે બધું ઉપરોક્ત સાહિત્યમાં લખી જણાવ્યું છે.
શ્રી પ્રભુદાસભાઈ, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓના પંડિત હતા, તેઓશ્રીએ “પ્રકૃત પ્રવેશિકા' લખી છે. મહેસાણુ પાઠશાળામાં તેમના અમલ દરમ્યાન હું, ત્યાં અધ્યાપક