________________
વીર નહKgX-K@K@>
KKKK@K@K@ IP સ્વ. પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખનો
તેમના જ શબ્દમ મારિયગ્ર *
પ્રેષક : પં. શ્રી પૂ. રથ હિંસાણુ. - -- - - - - - - -- - - -
(પં. શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખે. વિ. સં. ૨૦૧૬માં શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણુ દ્વારા શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉપર “સારબોધિની વિવેચન બે ભાગમાં ૧૭૦ ફર્મામાં લખેલ. તેના અંત્ય ભાગમાં પેજ ૧૦૭૫ થી ૧૦૮૩ સુધીમાં પોતાને પ્રમાણભૂત પરિચય આપેલ છે, તે નીચે પ્રમાણે આપવામાં આવે છે. ક. ૨. વારીયા)
આ (તસ્વાર્થ) ગ્રંથના મૂળ સૂત્રને ગુજરાતી ભાષામાં અર્થ અને “સારબોધિની નામનું વિવેચન મેં શ્રાવકાણુ ગૃહસ્થ લગભગ વિ. સં. ૧૯૯૭માં શરુ કરી વિ. સં. ૨૦૧૫માં ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી પ્રભુના જન્મ કલ્યાણક દિવસે રૌત્ર સુદિ તેરસે પૂર્ણ કરેલ છે.
વિ. સં. ૧૯૬૩ના શ્રાવણ શુદિ ત્રીજને દિવસે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણામાં પ્રવેશ કર્યો. ત્યાં જૈન તત્ત્વજ્ઞાનના પ્રકરણ વગેરે શાસ્ત્રગ્રંથનો અભ્યાસઃ પ. પૂ. ગુરૂ મહારાજાઓને પરિચય : અને વ્યાખ્યાનાદિ શ્રવણ જુદા જુદા ઇતર સાહિત્ય ગ્રંથોના વાંચન-મનન અને અનુભવ વગેરેને આધારે એક પ્રકારની જે સમજ મનમાં ઉત્પન થઈ, તેના નવનીતનું સંક્ષિપ્ત પ્રતિબિંબ આ સારધિની રૂપે કાંઈક ઉપસાવેલું છે.
સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ શહેર રાજકેટ વડીલેનું કેટલાક રૌકાઓથી મૂળ વતન. જેને દહેરાસરની પાસેની ધર્મશાળાને સ્થાને પારેખ શેરીમાં વડીલના મકાન આવેલ હતા.
મારો જન્મ તેની પાસેના એઈડી ગામમાં વિ. સં. ૧૯૪૯ના માઘ માસમાં. જન્મ પછી થોડા જ વખતમાં પિતાશ્રીને ધંધા માટે સરધાર પાસેના રાજકેટના જાડેજા ઠાકરશ્રીના ભાયાતી ગામ (પાધરાના) સમઢીયાળા રહેવા જવાનું થવાથી કિશોરાવસ્થા સુધી ઉછેર ત્યાં થ.
અઢીસે માણસોની વસ્તી ધરાવતા તદ્દન નાનકડા પણ રમણીય પરિસર ધરાવતા તે ગામમાં સરકારી કે બીજી નિશાળ ન હોવાથી આટકેટમાં પિતાજીના અમૃતબાઈ નામે નાના ફઇબા (રતિલાલ અદાણીના પિતામહી) તથા ભાડલા અને પાછળથી એઈડીમાં રહેતા મારા પોતાના સાંકળીબાઈ નામના ફઈબાને ત્યાં રહી, ગુજરાતી