________________
પાલીäJI[CIL
પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : સ્વપ્ન બેલીનું દ્રવ્ય : ૧૮૭
મૂળ ગાથા અને ટીકાને ઉપર પ્રમાણે ગુજરાતી ભાષામાં અર્થ થાય છે. તેથી નિવેદના થાળ વિગેરે દેવદ્રવ્ય બની જતાં નથી.
(૧૨) આ ઉપરથી નીચેની બાબતમાં વિસંવાદને લેશ માત્ર અવકાશ નથી. - (૧) ચૌદ સ્વપ્ન સ્પષ્ટ રૂપે માતાજી ત્યારે જ જોઈ શકે છે કે જ્યારે તીર્થકર દેવ ગર્ભમાં યેવે છે માટે તીર્થંકર પ્રભુના સ્વપ્નના સુચક છે.
(૨) ચક્રવતી અને તીર્થકર ભગવાનના ચ્યવન સિવાય ચૌદ સ્વપ્ન આવતાં નથી. અને ચકવતિ આવે ત્યારે તે સ્પષ્ટ દેખાય છે.
(૩) પાંચ કલ્યાણકમાં વ્યવન કલ્યાણક પણ એક અને તે પણ પહેલું કલ્યાણક છે.
(૪) તીર્થકર પ્રભુના પાંચેય કલ્યાણ કે તીર્થકર પ્રભુના સંબંધથી પૂજ્ય છે તે રીતે કલ્યાણકો સાથે સંબંધ ધરાવતાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પણ પૂજ્ય બને છે. તેથી જ આપણે કલ્યાણક ભુમિઓની આજે પણ સ્પર્શના કરીએ છીએ. અનેક કલ્યાણક સંબંધિ કાળ દિવસોને પણ પૂજ્ય ગણીને તે દિવસે તપશ્ચર્યાદિક ઉત્સવાદિક આજે પણ ચાલતી પર. પરાગત પૂર્વાચાર્યોના ઉપદેશ મુજબની રીતિ મુજબ ચાલીએ છીએ.
(૫) તે મુજબ ચૌદ સ્વપ્નના પદાર્થો ચ્યવનના સૂચક હોવાથી ચ્યવન કલ્યાણક સાથે સંબંધ ધરાવતાં દ્રવ્યો છે તેથી તે મારફતની ભકિત તે તીર્થંકર પરમાત્માની ભક્તિ છે તે નિમિત્તે ભક્તિ વ્યક્ત કરવા સ્વપ્ન ઉતારવાની વિગેરેને પ્રવૃત્તિ મેરૂસ્નાત્રાદિકની માફક અનેક ભકિતના અંગમાનું એક અંગ છે.
(૬) ૧૪ સ્વપ્ન માતાજીને આવવા છતાં તે તીર્થંકર પ્રભુના એવન વખતે જ સ્પષ્ટરૂપે આવે છે બીજા કેઈની માતાને કે તે જ માતાને કઈ (ચકવત) પુત્ર કે પુત્રીના ચ્યવન વખતે આવતાં જ નથી.
(૭) ભકિતના અનેક પ્રકારો શાસ્ત્રોમાં બતાવ્યા છે તેમાંના કોઈપણ પ્રકારનો ઉપયોગ ગમે ત્યારે અને ગમે ત્યાં ઉચિત રીતે વ્યક્ત કરી શકાય છે.
(૮) કેઈ સ્થળકાલમાં કઈ પ્રકાર ચાલતો હોય છે. કેઈ દેશકાળમાં કોઈ પ્રકાર ચાલતો હોય છે. કેટલાક પ્રચલીત નથી હોતા, ત્થા કેટલાક પ્રચલીત હોય છે. અથવા ભવિષ્યમાં કઈ પ્રચલીત થઈ શકે. કેમકે શાસ્ત્રવિહિત કર્તવ્ય યથા શકિત ગમે ત્યારે કરી શકાય. શકિત ન હોય તે ન પણ થાય.
ઉપર જણાવેલ આઠ બાબતમાં આજે જૈન શાસ્ત્રાજ્ઞાને માનનાર કેઈનય લેશ- | માત્ર મતભેદ છે જ નહીં, તેમજ હોય પણ નહીં, હોઈ શકે પણ નહીં, જેઓ ચાર નિક્ષેપ તેના પેટા ભેદો- તેને મૂળ પદાર્થ સાથેનો સંબંધ વિગેરેને ન માનતા હોય