________________
૧૮૬ :
પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) તે દેવ દ્રવ્યાદિકમાંથી બમણું હોય તો તે શ્રાધ્ધ વાપરી શકે નહીં. એટલા માટે નકરો યા ઉત્સર્પણા ચડાવાથી બેલીની ગોઠવણ રાખવામાં આવી છે. જેથી દેવદ્રવ્યથી દેવભક્તિ કરવાને દોષ ન લાગે તેથી દેવભક્તિ નિમિત્તની કેઈપણ બાબતને નકરો કે બોલી દેવા દ્રવ્યમાં જ જાય. જ્ઞાન ભક્તિ નિમિત્ત હોય તે તેમાં જ જાય જ્ઞાન ભકિત નિમિર હોય તે તેમાં જ જાય આ સીધી-સાદી સમજની વાત છે.
(૬) તેને માટે કાળનો નિયમ છે કે “જે નિમિત્તે નકરે આપવાને કબુલ કરાય અથવા બેલી બોલાય કે અર્પણ કરવામાં આવે ત્યારથી તે દ્રવ્યદેવ કે જ્ઞાનાદિદ્રવ્ય બની જાય છે. તેને માટે સ્થળનો નિયમ નથી.” દહેરાસરજીમાં ઉપાશ્રયમાં કે સ્થાથિ સ્થાપનાના નિક્ષેપાથી નિક્ષિપ્ત સ્થાપના સામે કે અસ્થાયિ સ્થાપના નિક્ષેપાથી નિક્ષિપ્ત સ્થાપના સામે જ બોલાય કે અર્પણ થાય, તે જ દેવદ્રવ્ય બને.” એવું નથી. ગમે ત્યાં જંગલમાં કે ઘરના ખુણામાં પણ અર્પણ થાય ત્યારે દેવાદિદ્રવ્ય બની જાય છે. કેઈ જિનમંદિર બંધાવવાના અભિલાષી કે તીર્થમાં દ્રવ્ય ખર્ચવાના અભિલાષી શ્રાવક ઘરને ખૂણે બેસીને પોતાના ચોપડામાં વટાવ ખાતે લખીને દહેરાસર બંધાવા વિગેરે દેવ નિમિત્તક ખાતામાં જમા કરે, ત્યારથી જ તે દેવ દ્રવ્ય બની જાય છે. જૈન શાસનને તેને ઉપર અધિકાર થઈ ચુકે છે. શ્રી સંઘને તેની સંભાળ રાખવી પડે છે. કર્મના ઉદયથી તે ન આપે તે કોઈપણ ઉચિત્ત પ્રયત્ને તે વસુલ કરવાની ફરજ શ્રી સંઘે બજાવવી જ પડે છે. નહીંતર ઉપેક્ષા કરવાથી સંઘ દોષિત બની જાય છે.
(૭) જે જે ભક્તિ આદિ પ્રકાર જે જે રીતે કરેલ હોય, તે રીતે જ તે દ્રવ્ય તેમાં જાય છે તેમાં બોલનારની ઈચ્છા ચાલી શકિત નથી. આ પણ વ્યવહારની રીતે પણ સમ- , જાય તેવી બાબત છે. માટે સ્થાપનાની સામે કે સ્થાપના વિના જ્યાં સમર્પણને સંકલ્પ થાય ત્યાં ત્યારથી તે દ્રવ્ય જેને સમપર્ણ કરવામાં આવ્યું હોય તેનું તે થઈ ચુકે છે.
(૮) એટલે કયુ દ્રવ્યું? ક્યારે ? કેનું ગણાય? તેને માટે જે સામાન્ય લક્ષણ શાસ્ત્રમાં આપ્યું છે તે સ્વપ્નની બોલીને પણ લાગુ પડે છે. એટલે તે દરેક પ્રકાર માટે ) શામાં અલગ અલગ પાઠ ન મળે તે પણ તેની જરૂર રહેતી નથી.
નિયમ બુદ્ધિથી દેવદિક માટે જ્યારે ધનધાન્ય વગેરે જે પ્રકલ્પાય ત્યારે, તેઓનું દ્રવ્ય અહીં (સમજદારોએ) જાણવું અવધારણ બુદ્ધિથી એટલે કે ભક્તિ વિગેરે વિશિષ્ટ ઈ પ્રકારના નિયમની બુદ્ધિથી દેવાદિકની જે ધનધાન્ય વિગેરે વસ્તુ જ્યારે તે વખતે પ્રકલ્પિત હોય ઉચિંતપણે “આ દેવાદિક માટે જ છે તે અરિહંતાદિક બીજાની સાક્ષીએ વાપરવું પરંતુ મારા વિગેરેને માટે ન વાપરવુ” એ જાતની પ્રકૃષ્ટ ખાસ ઉંચા પ્રકારની બુદિધના વિષયભુત કરેલું અર્થાત નિષ્ઠા કરેલું ત્યારે તે આ પ્રકરણમાં તેનું દેવાદિકનું દ્રવ્ય એટલે દેવાદિ દ્રવ્ય જાણવું સમજુઓએ એ શબ્દને અધ્યાહાર કર. :