________________
જ
પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : સ્વપ્ન બેલીનું દ્રવ્ય : ૧૫ તીર્થંકર પરમાત્માના યવનને આધારે આવેલા સ્વપ્ન જ ઉતારવામાં આવે છે. તેથી માતાજીને સ્વપ્ન આવ્યા માટે ઉતારતા નથી. પરંતુ પરમાત્માના યવન નામના પહેલા મહાકલ્યાણકને સૂચવનારા હોવાથી તેમના તરફની ભક્તિ પ્રદર્શિત કરવા ઉતારાય છે. ભવ્ય જીવોના ઉત્સાહનું તેજ મુખ્ય બીજ છે. તેથી પરમાત્માના ચ્યવન વખતે જ આવેલા સ્વપ્ન ઉતારાય છે. તેમાં પણ આદીશ્વર ભગવાનના યવન વખતે પહેલા વૃષભ, મહાવીર સ્વામીના યવન વખતે પહેલે સિંહ, અને બીજાઓને માટે હાથી આ ફરક પણ તીર્થંકર પરમાત્માઓને લીધે જ છે. તેથી “માતાજીને સ્વપ્ન આવ્યા છે માટે તીર્થંકર પ્રભુ સાથે સંબંધ નથી.” એમ કહેવામાં સુચિકિત તે નથી જ.” *
(૩) સૌ જાણે છે કે –“મહાવીર પ્રભુના જન્મ વાંચના વખતે તેમના યવન સૂચક સ્વપ્ન ઉતારવામાં આવે છે.” એ ઉપરથી પણ તીર્થંકર પ્રભુના ચ્યવનને સૂચવનારા હોવાનું સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે. તેથી જ તેને મહત્વ અપાય છે. નહીતર હાથી, બળદ, સિંહ, તળાવ, દરિયે, કુલની માળા વિગેરે પદાર્થોની એવી શી મહત્તા છે? કે તેને ઉતારવા તેને ઝુલાવવા તેને કુલની માળા પહેરાવવી તેમને માથે લઈને પાટ ઉપર પધરાવવા વિગેરે માટે - “પરમાત્માના એવન સાથે ૧૪ સ્વપ્ન સંબંધ ધરાવતા નથી આવી કેઇપણ કલ્પના મનમાંથી દુર જ કરી દેવી જોઈએ. જે વસ્તુ જેમ હોય તેમજ સમજવી જોઈએ. આ આખા પ્રસંગમાં તીર્થંકર પરમાત્મા જ મુખ્ય રહે છે. આ વાત સીધી રીતે કબુલ જ કરવી જોઈએ. | (૪) પ્રભુ પોતે પૂજ્ય હોવાથી તેના જીવનની દરેક અવસ્થાઓ ભકતેને માટે પૂજ્ય બની જ જાય છે. છતાં જૈન શાસ્ત્રોમાં પાંચ કલ્યાણ કેને મુખ્યપણે પ્રતીક તરીકે ખ્યિા છેઆ વાત સર્વ જેનોમાં પ્રસિદ્ધ છે. “દીક્ષા” કેવળજ્ઞાન અને નિર્વાણ એ ત્રણ નિકટના હોવાથી એજ પૂજ્ય છે અને બીજા બે પૂજ્ય નથી. એમ કહી શકાય જ નહીં કેમકે જેન ધર્મને માનનારને પાંચેય કલ્યાણક પૂજ્યની કટિમાં જ ગણવા પડે છે.
આપણે શ્રી પયુર્ષણા કલ્પસૂત્રમાં સ્પષ્ટ રીતે સાંભળીએ છીએ, કે “પરમાત્માના ૨વનની ખબર પડતાંની સાથે જ ખુદ કેન્દ્ર સિંહાસન ઉપરથી ઉઠે છે. પગની મોજડી તજી દે છે, પરમાત્માની સામેની દિશામાં સાત આઠ ડગલા સામે ચાલે છે. ભકિતપૂર્વક હાથ જોડી ડાબો ઢીંચણ સહેજ ઉંચે કરી શકસ્તવ નમુત્થણું સુત્ર બોલી પરમાત્માની સ્તવના કરે છે.” આ રીતે ચ્યવન કલ્યાણક નિમિત્તક પરમાત્માની ભકિત કરે છે. - આ ઉપરથી પરમાત્માના ચ્યવન કલ્યાણકની ભકિત પૂજા શાસ્ત્ર પૂરાવાથી સિદધ છે. માટે યવન અને જન્મ કલ્યાણક પણ ભકિતને એગ્ય છે. એ વાત સમજી લેવી જોઈએ.
છે