________________
A0110101010MOJA
પં.પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શ્રુતજ્ઞાન ભવન યેજના : ૧૭૧ શ્રી મહાવીર શાસન માસિક દ્વારા હાલ જે પ્રચાર થાય છે તેમાં વૃદ્ધિ રૂપે જૈન શાસન અઠવાડિક તા. ૮-૮-૮૮ થી શરૂ થયું છે. | (૯) જૈન સાહિત્ય પ્રકાશન વિભાગ–આ વિભાગમાં શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા દ્વારા જૈન સાહિત્યનું વિવિધ રીતે સંશોધન સંપાદન કરીને પ્રકાશન થાય છે. તે સાહિત્યને વધુ ને વધુ પ્રકાશન થાય અને પ્રચાર પામે તે માટે આ વિભાગમાં પ્રયત્ન થશે. અને અપ્રાપ્ય દુર્લભ ગ્રંથે પણ શ્રી સંઘમાં પ્રાપ્ય અને સુલભ બનશે. આ સંસ્થા દ્વારા અત્યાર સુધી ૧૮૦ ગ્રન્થ પ્રકાશિત થયા છે.
(૧૦) જૈન પ્રાચીન સાહિત્ય વિભાગ–આ વિભાગમાં જેને પ્રાચીન સાહિત્ય સંગ્રહિત થશે અને સુરક્ષિત રહેશે. પૂર્વના મહાપુરૂષે કેવું સાહિત્ય રચી ગયા છે અને જગત ઉપર ઉપકાર કરી ગયા છે. વિ પ્રાચીન સાહિત્યનું જ્ઞાન પ્રકાશને અને તેને પ્રચાર આ વિભાગમાં થશે.
(૧૧) જેન અર્વાચીન સાહિત્ય વિભાગ–આ વિભાગમાં વર્તમાન કાલમાં ઉપયોગી તથા અગત્યનું અને જરૂરી પ્રકાશિત સાહિત્ય સંગ્રહિત થશે જેથી વર્તમાન કાલમાં ઉપયોગી સાહિત્ય શું છે કેવી રીતે મળે અને કેવી રીતે તેને સદુપયોગ થાય વિગેરે આ વિભાગ દ્વારા જાણવા મળશે અને વર્તમાનમાં જરૂરી સાહિત્યને પ્રચાર થઈ શકશે.
(૧૨) વિહાર ભૂમિ ભકિત વેયાવચ્ચ વિભાગ–આ વિભાગ દ્વારા જ્યાં જ્યાં સાધુ સાધ્વીજીના વિહારના રસ્તા છે અને ત્યાં રહેતા શ્રાવકે નબળા પડી ગયા છે ત્યાં ત્યાં વૈયાવચ્ચ માટે, વિહારની સગવડતા માટે તથા નબળા શ્રાવકોની ભક્તિ કરવા માટે આ વિભાગનું આયોજન છે જેથી વિહાર સ્થાને તથા ત્યાં રહેતા શ્રાવકોની ભક્તિ થઈ શકશે. ભાવિકે તે કાર્ય માટે ઉત્સાહપૂર્વક લાભ લઈ શકશે. ' (૧૩) જૈન સાહિત્ય પ્રચાર વિભાગ–પ્રગટ થતું બધું સાહિત્ય ફેલાય શકે નહિ જોઈતું હોય તેને પહોંચે પણ નહિ. તેવું બને. વળી જેમણે જૈન સાહિત્યની ભકિત ફેલાવે કરવું હોય પોતાના વર્તુળ પ્રદેશ વિગેરેમાં પ્રચાર કરે હોય, પિતાના સંબંધી આદિને શ્રેય માટે પુસ્તક પ્રકાશન કરી વહેંચણી કરવી હોય તેમને માટે આ વિભાગ દ્વારા જૈન સાહિત્યના પ્રકાશને અને તેના પ્રચારની વ્યવસ્થા થશે, જેથી સારૂં સાહિત્ય જયાં ન પહોંચે તેવા અનેક સ્થળે પહોંચતાં જૈન સાહિત્યને પ્રચાર થશે અને સુખી ભાવિકને તે લાભ મળશે.
૯ પહેલે માળ-વિભાગે આ (૧૪) જૈન તીર્થ દર્શન વિભાગ–આ વિભાગમાં ભારતભરનાં જૈન શ્વેતાંબર તીર્થે જિનબિંબે તથા મેટા શહેરના મંદિર તથા અન્ય સ્થળોના ભવ્ય મંદિરે તથા જિનબિંબના આબેહૂબ પ્રકૃતિ દ્વારા દર્શન આ વિભાગમાં થઈ શકશે.