________________
પં. શ્રી પ્રભુદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા '
: ૧૬૭ પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને અભિનંદન મુંબઈમાં જેન યંગ મેન્સ સેસાયટીના સમેલન વખતે-બેકાર જેન ભાઈઓ માટે શ્રાવક ક્ષેત્રના ઉદ્ધાર માટે ફંડ કરવાને ઠરાવ ન કરવા વિષે મેં પ્રસંગે સૂચના આપી હતી. કેમકે એ ક્ષેત્ર એટલું બધું વિશાળ થવાનું છે, કે તેમાં સાતેય ક્ષેત્રોનું ધન રેડી દેવામાં આવશે, તે પણ તે પૂરૂં થશે નહીં. અર્થાત્ અત્યારે કરવામાં આવતું નાનું ફંડ પણ આગળ ઉપર મોટા ફંડના રૂપમાં ફેરવાઈ જશે, અને તે સાતેય ક્ષેત્રને સંકેચી નાંખશે. આ જાતને ઠરાવ ધર્મિષ્ઠ ગણાતા વર્ગને હાથે થાય, તેના જેવું પરદેશીઓને મંગળરૂપ બીજું હોઈ શકે ? આજ તો માત્ર “આવા ફંડમાં ચુસ્ત ગણતાઓની પણ સમ્મતિ છે.” એટલે દાખલો જ ભવિષ્યમાં બસ છે. તાત્વિકદષ્ટિથી વિશેષ બેકારીને વધુ વેગ આપવાનું ફંડ લાગવાથી, એ ઠરાવ ન થવા દેવામાં મેં સાધર્મિક વાત્સલ્ય જ કર્યું છે. એમ મારે અંતરાત્મા સંતેષ અનુભવે છે.
અહી તે માત્ર કેટલાક મુખ્ય મુખ્ય મુદ્દાઓને જ માત્ર નિર્દેશ કરવામાં આવ્યો છે. અર્થશાસ્ત્રની ગુંચે અને વધારે સચોટ પુરાવા તથા બીજા હજારો આ વિધાન સામેના વિરોધી પ્રશ્નના જવાબ બાકી જ રાખવામાં આવ્યા છે. અવકાશને અભાવે હજુ એ મહત્ત્વની હિતકારી વાત હું પ્રસિદ્ધિમાં મુકી શક નથી. એ ઠરાવ ન કરવાની મારી સૂચના સાથે ઘણી વ્યક્તિઓએ એ વખતે અણગમો બતાવ્યું હતું. અને તેને ખુલાસો વિસ્તારથી કરવાની તેજ વખતે ઈચ્છા છતાં તથા પ્રકારના સમય–સંજોગેને અભાવે કરી શક ન હતું. એટલે અહીં ટુંકમાં તેને નિર્દેશ કર્યો છે. તેટલાથી વિચારકે હાલમાં સંતોષ માનશે એટલી આશા સાથે હવે આ બાબતને ઉપસંહાર કરતાં જણાવું છું કે' દીન-દુઃખી શ્રાવકભાઈઓને સહાય કરવાની મહાશ્રાવકેની ફરજ શાસ્ત્રકારોએ વર્ણવી છે, પરંતુ આજની બેકારીમાંથી બચાવવાના જે જે ઉપાય સૂચવવામાં આવે છે, તે ઉલટા બેકારીમાં વધારે કરનારા અને પરિણામે અહિત કરનારા છે. માટે શાસ્ત્ર સમ્મત તેમજ આજકાલના દેશકાળમાં પણ સાચું સાધમિ વાત્સલ્ય કયું હોઈ શકે ? તે વાચકેના ખ્યાલમાં આવશે. આજકાલ સાધર્મિકવાત્સલ્યને નામે જુદા જુદા ફંડ માંગવાની જે રીતભાત ચાલે છે, તેમાં સાધર્મિક વાત્સલ્ય નથી. પણ પરિણામે સાધર્મિકેને પરિણામે હાની પહોંચવાની છે. તે સ્પષ્ટ સમજાશે. એમ વિચારકે અવશ્ય વિચારી જેશે.
-૦૦ –પં. શ્રી પ્ર. એ. પારેખ સ્વ. ચિ. ચંદ્રકાંત તથા કિશોર જગજીવન શાહ શ્રીમતી રૂપાબેન જગજીવનદાસ કચરા
. નાઇબી (કેન્યા)