________________
તાલી€à II
૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન થઃ શુભેચ્છા...
: ૧૬૩ આ જૈન મર્યાદા પ્રમાણે સ્ત્રી-પુરૂષના સ્વાતંત્ર્યને વિચાર
– ૦ - વ્યક્તિ સ્વાતંત્ર્યની દૃષ્ટિથી સ્ત્રી કે પુરૂષ બ્રહ્મચર્ય પાળવાને સ્વાતંત્ર છે, પરંતુ કોઈપણ ધોરણને અનુસરીને પતિ-પત્ની તરીકે જોડાય, એટલે સ્વાર્થ ઉત્પન્ન થયો ગણાય. અને સ્વાર્થ હોય ત્યાં વ્યવહારનું ધોરણ દાખલ થાય છે. એટલે એક બીજાને સ્વાર્થ જાળવવાને પરસ્પર બંધાયેલા રહે છે. એ સ્થિતિમાં સ્ત્રીની રજા સિવાય પતિ બીજી પત્ની ન કરી શકે. તેમજ પત્ની પણ અન્ય પતિ કરવાની છુટવાળી જ્ઞાતિમાં હોય તે પણ અન્ય પતિ ન કરી શકે. પરંતુ બ્રહ્મચર્ય પાળવામાં કઈ પણ કેઈને રોકી શકે નહીં. લગ્નના કાયદાનો અર્થ એ છે કે-એક બીજાની ઈચ્છા વિરૂદ્ધ અન્ય પતિ કે અન્ય પત્ની કરી શકાય નહીં. એક બીજાની સલાહ, સમ્મતિ લે, એક બીજાની સગવડ અગવડનો વિચાર કરે, એ બધું વ્યક્તિઓની ઈચ્છાને આધીન છે, પરંતુ તેથી સ્ત્રી કે પુરૂષના સ્વાતંયને વાંધો આવતે નથી, અને લગ્નના કરારની જવાબદારી રહેતી નથી. બ્રહ્મચારી કે સર્વ ત્યાગી ન હોય ત્યારે તે પુરૂષ સામાજીક કે કૌટુંબિક કાયદાઓને પરતંત્ર છે, તેમજ સ્ત્રી પણ વિશેષમાં સ્ત્રી સ્થિતિ વિશેષમાં પિતા, પતિ અને પુત્રને પરતંત્ર છે, તેમજ પુરૂષ પણ માતા, પિતા, પત્ની, વડીલે, પુત્રને પરતંત્ર છે. હાલના કાયદાના કરારથી માંડીને અનેક જાતના પ્રજામાં પ્રચલિત અનેક પ્રકારના લગ્નના કરારની પદ્ધતિઓ કરતાં આર્ય લગ્ન વ્યવસ્થાના કાયદાઓ વધારે આદર્શ, સચેટ વ્યવસ્થિત પ્રજા પોષક અને સુતત્ત્વરક્ષક છે. માટે જેમ બને તેમ આ પદ્ધતિ ટકાવવી. તેમાં ખર્ચ થાય છે, તે જીવનના ઉલ્લાસ માટે છે. તે પણ પરાણે ખર્ચ કરવાનું કેઈ કહેતું નથી. છતાં પ્રજા ખર્ચ કરે તેમાં પ્રજાની શક્તિનું માપ છે. દેવું કરીને કરવું તેટલું સારું નથી, પણ કરજે ધીરનાર મળે તેમાં પણ પ્રજાની શક્તિનું માપ તે છે જ. શકિત ઘટશે, તેમ ખર્ચ ઘટશે.
-પંશ્રી પ. બે. પારેખ
III IIGI[><a III
' જ
ડી સ્પ લ કુ મા ૨ અનંત રા ય જ
પ્લેટ, મોરબી (પૂ.સા. શ્રી નેમિચંદ્રાશ્રીજી મના ઉપદેશથી).