________________
પં. શ્રી પ્રભુદાસભાઈ પારેખ અભિનંદન ગ્રન્થઃ શુભેચ્છા
ક ૧૫૭ પંડિતવર્યશ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને હાર્દિક શુભેચ્છા
શ્રી છેદ વિષેની ભ્રાંતિઓના નિરાસ ૧ કેટલાક બંધુઓ જૈન-છેદ આગમાથી અકળાઈ ઉઠે છે. પરંતુ, તે પણ જેન થી શાસ્ત્રોને સમજવાને યોગ્ય દષ્ટિના અભાવનું પરિણામ છે, કેમકે-જેનશાસ્ત્રો સાધક અને આ બાધક સર્વ દ્રવ્યઃ ક્ષેત્રે કાળ અને ભાવે ની સંગ્રાહક છે. સાધકનો ઉપયોગ કરે અને બાધકને ત્યાગ કરે છે તેમાં હેતુ હોય છે. તેથી તેમાં પુષ્ટાલંબને ઉદ્દેશીને તથા પાત્રના બધિબીજા ચારિત્ર: વગેરે આધ્યાત્મિક ગુણોના રક્ષણને ઉદ્દેશીને અનેક પ્રકારના વિધિ નિષેધે ઉત્સર્ગ–અપવાદે હોય એ સ્વાભાવિક છે. નહીંતર, શાસ્ત્રો જ અપૂર્ણ ગણાય. કેમકે દરેક જીવ સરખા નથી હોતા. તેથી દરેકને ઉદ્દેશીને ધર્મવ્યવસ્થા . હવા જોઈએ. જેનશાસન સર્વ વ્યાપક ધર્મ છે.
૨ જો કે, વર્તમાનમાં કેટલાક ગ્રંથો પૂર્વાદિકમાંથી જુદા-જુદા વિષયને ઉદ્દેશીને અધિકારી વિશિષ્ટ પૂર્વાચાર્યોકૃત સંક્ષિપ્ત ઉદ્ધારણે રૂપ ગણાય છે. તેથી સંક્ષેપને લીધે ત૬ આજુબાજુની ઘણી ઘણી વિશિષ્ટ બાબતે છોડી દેવી પડી હોય, એ સ્વાભાવિક છે. તેથી ઘણા વિષયેના અનુસંધાને આપણને પૂરા ન પણ સમજાય. જેથી ટીકાકારોને પીઠિકાર ભૂમિકા પ્રસ્તાવનાઃ રૂપે ખાસ લખવું પડે છે. એટલા જ માટે ગીતાર્થ ગુરૂ . અને ગીતાર્થગુરૂનિશ્રિત વિના બીજાઓએ તે શાસ્ત્રો ન વાંચવાની મર્યાદાઓ અનર્થના : નિવારણ માટે મૂકવી પડેલી છે. આથી આગ વિષેની કેટલીક બાબતથી ચકિત અને શંકિત થયા વિના, તેના તરફને સદભાવ જરાપણ ઓછો ન થવા દેવે જોઇએ.
૩. શ્રી છેદ શાસ્ત્રોનું લય-સંયમ–ચારિત્ર-ગુણની છેલામાં છેલી હદ સુધીની છૂટ આપી શકાય ત્યાં સુધી લઈ જવાનું હોય છે. તેમ છતાં–મર્યાદાની છેલી હદ ન ઓળંગાવવામાં બરાબર દઢ હોય છે. છેલી હદ-સીમા તુટી કે અનાચાર. એ જ પ્રમાણે છે જેમ બને તેમ ઉંચી સ્થિતિ ટકાવી રાખવા સુધીને તેમાં આગ્રહ હોય છે. ઉંચી સ્થિતિમાં ટકી ન શકનાર માટે તેને લાયકની સમજપૂર્વકની નીચી કક્ષા ગોઠવી આપી હેય છે. એમ કરતાં કરતાં ઠેઠ સુધી લઈ જવાનું હોય છે. ત્યાં સુધી પ્રસ્તુત ગુણ સંયમઃ ચારિત્ર: વગેરેને અક્ષત ગણવામાં આવે છે. કાંઈ ન આવડે, પરંતુ એકડો ઘુંટતા આવડે, ત્યાં સુધી પણ તેને વિદ્યાર્થી માનવાને હરકત ગણવામાં ન આવે. અર્થાત્ છેલ્લી હદના પ્રાયશ્ચિતની લાયકાત સુધી વ્યક્તિને પ્રસ્તુત ગુણ-પ્રસ્તુત ગુણધારક માનવામાં હ- કત લેવામાં આવતી નથી. તેથી પણ આગળ વધી જાય, તે પછી તે વ્યક્તિ તે ગુણની કક્ષામાંથી બહાર ગણાઈ જાય છે.
–પં. શ્રી પ્ર. એ. પારેખ શાહ પદમશી વાઘજી ગુઢકા પરિવાર
લાખાબાવળ-શાંતિપુરી (વાયા જામનગર).