________________
JEJERSEJEA
S
અને હજી એક હજાર હજાર હાજરાહજહાં સ્વપ્નની બોલીનું દ્રવ્ય, તે દેવદ્રવ્ય કેવી રીતે ? 8
-પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ , છે જ નહી. હજી પણ હાજર રહી કા હર હો
એક બંધુના પ્રશ્નના ખુલાસા રૂપે આ લખાણ કરવામાં આવ્યું હતું. તે બીજા AS જીજ્ઞાસુઓને પણ ઉપાગી જાણીને પ્રસિદ્ધિમાં મુકવામાં આવે છે. પ્રશ્નને સાર નીચે પ્રમાણે છે
દહેરાસરજી ત્થા ઉપાશ્રયના ચાલુ ખર્ચ નભાવવા માટે સાધારણ દ્રવ્યમાં આવક એ કરવા ખાતર શ્રી સંઘે શ્રી તીર્થકર ભગવંતના માતાજીને આવેલા ૧૪ સ્વપ્ન ઉતારવાને ચડાવે બોલવાની બલીને રિવાજ શ્રી પર્યુષણ મહાપર્વમાં ભાદરવા સુદિ ૧ ને દિવસે શ્રી મહાવીર સ્વામિના જન્મ વાંચવાને પ્રસંગે કેટલાક વખતથી શરૂ કર્યાને ઈતિહાસ મળે છે. તે તે તે ગામના સ્થાનીક શ્રી સંઘને દ્રવ્યને સાધારણ દ્રવ્ય તરીકે ઠરાવે તે તેમાં વાંધાં ભર્યું હોઈ શકે? કેટલેક ઠેકાણે દેવ દ્રવ્યમાં જાય જ છે. ત્યારે કેટલેક ઠેકાણે સાધારણમાં અને કેટલેક ઠેકાણે દેવ અને સાધારણ બંનેમાં અમુક-અમુક ભાગે પડતું લેવાય છે.
જિજ્ઞાસુ બુદ્ધિથી પૂછાયેલા આ પ્રશ્નને ખુલાસે તમારી જાણમાં શા પ્રમાણે છે?”
૧. સામાન્ય રીતે સહેજ ચર્ચાને વિષય બની ગયેલી આ ચર્ચામાં ઉતારવાની મારી ઈચ્છા હતી. કારણ કે આપણે ત્યાં ચર્ચાનો વિષયભુત બની ગયેલી બાબતમાં શાંતિથી સામસામા દષ્ટિબિન્દુ સમજવાને બદલે પછી ખેંચાખેંચીની બાબત ઘણી વખત બની જાય છે. એટલે તેનાથી કેટલેક પ્રસંગે દૂર રહેવું હિતાવહ હોય છે, પરંતુ જ્યારે જિજ્ઞાસુ બુદ્ધિથી પ્રશ્ન હોય છે. તે મારી સમજ મુજબ સમજાવવાની મારી ફરજ છે.
૨ જૈન શાસન કઈ મન, પંથ, સંપ્રદાય વડે નથી. પરંતુ તે એક સ્વતંત્ર અને વ્યવસ્થિત દર્શન છે. ધર્મની મૂળ પરંપરા છે. તે પોતાને કાપ-છેદ-તાપ અને તાડન એમ ત્રણ ત્યા ચાર રીતે પરીક્ષા કરીને ગ્રહણ કરવાની જગતના ચેકમાં ઉષણા કરે છે. તેથી એક વ્યવસ્થિત દર્શન તરીકે તેની દરેક બાબત પ્રમાણયુત અને ધોરણસર હોય તેજ ચાલી શકે. નાનામાં નાની બાબતની પૂર્વાચાર્યોએ કેવી સુક્ષમ વિચારણા કરી છે ? તે જોઈએ છીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય છે. માટે કઈપણ સુવિહિત સંગત રિવાજ કેઇના અંગત વિચારના તુક્કા તરીકે શરૂ થયો હોય એમ માની લેવાનું કારણ નથી. તેની પાછળ યેગ્ય વિચારણું છે કે કેમ? તેની તપાસ પછી જ અભિપ્રાય આપ ગણાય. પૂર્વાચાર્યો મહારાજાઓના