________________
કઈ
૧૪૪ :
પ્ર. શ્રી હર્ષ પુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) હાર્દિક અભિનંદન સાથે અભિનંદન...
VaRukahalulahusture
સ્યાદવાદની સમજ, દરેકને પરસ્પર સમન્વય સ્યાદવાદની મદદથી જ નિરૂપિત થઈ શકતે હોય છે.
આથી “તે અનિશ્ચિતઃ અવ્યવસ્થિતઃ ડામાડોળા દર્શન છે” એમ માનવાની કોઈએ કદી પણ ભૂલ કરી ભ્રમણમાં પડવાની જરૂર નથી. કેમકે અપેક્ષાઓના દષ્ટિભેદે એ સઘળી વ્યવસ્થા સુસંગત હોય છે.
દા. ત. એક માણસ બાપ છે અને તે જ દીકરે પણ છે. બાપ પણ નથી ને દીકરે પણ નથી. જેનો બાપ છે તેને જ તે બાપ છે, બીજાને નથી. બાપ બીજાને છે ત્યારે એ જ માણસ દીકરો બીજાને છે. જેને બાપ છે તેને દીકરી નથી. બીજાને દિીકરે છે. એમ જ્ઞાન એ જ આચાર, અને આચાર એ જ જ્ઞાન એમ અનેક અપેક્ષાએ પણ પદાર્થો નિરૂપાયેલા હોય છે.
આ વિશ્વમાં આવું આ અતિગહનતમ દર્શન છે, શાસ્ત્ર છે, શાસન છે, ધર્મ છે. કેમકે વિશ્વની વસ્તુસ્થિતિ પણ આ પ્રકારની છે.
આ જૈનદર્શન સર્વ દશનેને સર્વ જ્ઞાનમાત્રાઓને સમન્વય કરનાર છે. તેમજ તેમાંના નિદેશાની સંપૂર્ણતાને અને પરસ્પર સંબંધને ખ્યાલ પણ બરાબર આપનાર છે. કેઈએ તે સમજી જવાનું જલ્દી જલ્દી સમજી લેવાનું અભિમાન કરવું નહીં. પહાડ ઉપર ચડનારા શરૂઆતમાં દોડતા માલુમ પડે છે. પરંતુ માઈલ સુધીના ચઢાણ આવતાં પછી ધીરે ધીરે પગ માંડવા પડે છે.
જૈનધર્મ આધ્યાત્મિક વિકાસની તમામ સાધનાનું કેન્દ્ર છે. વ્યાવહારિક યોજનાએનું મધ્યબિંદુ છે. સર્વોપરિ જીવનધોરણને પરાકાષ્ઠાએ પહોંચવાની સંપૂર્ણ શકિત તેનામાં છે. તે સર્વ ધર્મોને આત્મા છે. સર્વ ધર્મોને મૂળભૂત આધાર છે. તે સ્યાદવાદની મદદથી બરાબર સમજી શકાય છે.
–પં. શ્રી પ્ર. એ. પારેખ
w whakaraucis
Tel. 855 8577 c/o. 8553559 * હે મા ટ્રેડીંગ કુ. એક
અનાજ અને કઠોળના વેપારી ર૭૮, નરસી નાથા સ્ટ્રીટ, ભાત બજાર, મુંબઈ-૪૦૦ ૦૦૯