________________
- અનુષ્ઠાનની સમજ
–પં. શ્રી પ્ર. એ. પારેખ અનુષ્ઠાન તે ચાર છે, પ્રીતિ: ભક્તિ: ને વચન: અસંગ રે; ત્રણ ક્ષમા છે દેયમાં, અગ્રિમ દયમાં દેય ચંગરે, સંવે. ૪–૨૬ વલભ-સ્ત્રી: જનની: તથા, તેહના કૃત્યમાં જુઓ રાગરે; પડિડકમણાદિ કૃત્યમાં, એમ પ્રીતિ: ભક્તિને લાગશે, સંવે. ૪-ર૭ વચન તે આગમ આશારી, સહેજે થાયરે અસંગરે; ચકભ્રમણ જિમ દંડથી, ઉત્તર તદભાવે ચંગરે, સંવે. ૪-૨૮
–પૂ. મહે. શ્રી યશ વિ. મ. સા. અર્થ:-ક્ષમાનાં ચાર અનુષ્ઠાન એટલે ક્રિયાઓ છે, ને તેના છ આવશ્યક છે. એટલે શ્રાવકનું પ્રતિકમણ અને યતિ–પગામ સજઝાય, અતિચાર, આલોચના વગેરે તેપડિકમણવશ્યક કહેવાય. તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર: સંબંધી કાઉસ્સગ્ન કરવા, તેકાઉસ્સગ આવશ્યક કહેવાય. શક્તિ મુજબ પચ્ચકખાણ કરવું, તે પ્રત્યાખ્યાનાવશ્યક કહેવાય. આ ત્રણે આવશ્યકની અંદર પ્રીતિ-અનુષ્ઠાન જાણવું.
અને સામાયિક: ચઉવિસલ્ય જિનવંદનાવશ્યક એ બેઉ તથા વાંદણ દેવાં એ ગુરૂવંદનાવશ્યકઃ એ ત્રણેય આવશ્યકની અંદર ભક્તિ અનુષ્ઠાન છે.
આગમનુસારે પ્રવર્તવું તે વચનઅનુષ્ઠાન.
અને સહેજે બની શકે તે અસંગાનુષ્ઠાન કહેવાય છે. - આ ચારેય અનુષ્ઠાનને આગળ કહેવામાં આવેલી પાંચેય પ્રકારની ક્ષમાઓ, પૈકી પહેલી ત્રણ ક્ષમાઓમાં પ્રીતિઃ અને ભક્તિઃ એ બન્નેય અનુષ્ઠાનને સમાવેશ છે. ચારેય પાછળનાં બે અનુષ્ઠાન સુંદર માનીને અંગીકાર કરવાં.
અનુષ્ઠાનનાં લક્ષણ શું હોય? તે હવે કહેવામાં આવે છે. પિતાની સ્ત્રી અને પિતાની માતા એ બનેય સ્ત્રી જાતિ છે, અને બનેય ઉપર વહાલ પણ હોય છે. તથાપિ તે બેઉનાં કાર્યોની અંદર જુદા જુદા પ્રકારને રાગ હોય છે, મતલબ કે સ્ત્રી ઉપર છે પ્રીતિરાગ અને માતા ઉપર ભક્તિરાગ હોય છે. તે જ મુજબ પડિક્કમણુ કાઉસ્સગ્ગ: અને પચ્ચકખાણ: એ ત્રણ આવશ્યકમાં પ્રીતિ અનુષ્ઠાન છે, કેમકેતેઓના સંગથી આગળ વિશેષ ગુણ વધે, એથી પ્રીતિરાગ હોય છે, અને સામાયિક રૂપ ચારિત્ર ચઉવિસત્થા રૂપ પ્રભુનંદન અને વાંદણું રૂપ ગુરૂવંદન: એ ત્રણ આવશ્યકમાં કિયા ભકિતપૂર્ણ છે. એમ પ્રીતિ આ લોકના આશ્રયી અને ભક્તિ પરલોકની આશ્રયી હોવાથી અનુષ્ઠાનના લાગ હોય. વચનઃ અને અસંગઃ એ બે અનુષ્ઠાનના ખુલાસા હવે કહે છે. કે-જેમ કુંભારને ચાકડે પ્રથમ દાંડાના લાગથી વેગમાં ચાલી શકે છે, પણ પછીથી પિતાની મેળે સહેજે ફરી શકે છે, તેમ શ્રી વીતરાગ પ્રરૂપિત આગમની અંદર જેવી રીતે જ્ઞાનક્રિયાનાં આલંબન કથેલ છે, તેના અનુસાર આજ્ઞા મુજબ ધર્મમાં પ્રવર્તન કરે, તે વચનાનુષ્ઠાન સમજવું, અને પાછળથી ઉત્તર કાળે તેના અભાવ વડે કોઇના આધાર વગર પણ સહેજે આદત પડી રહેતાં પાંચ કિયા થાય, તે અસંગાનુષ્ઠાન સમજવું.” વિગેરે.
I