________________
૧૩૪ :
૧ પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) અધ્યાપક બનવા માટે પણ તેઓને પ્રયાસ છે. છતાં કોઈ હાદિક રીતે જૈન વિગેરે આર્ય ધર્મોને અભ્યાસ નજ કરે તેમ નથી. પણ હાલ એવા ચિહ્નો દેખાતા નથી કારણ કે–તેઓના હૃદયમાં આજે રાષ્ટ્રીય સ્વાર્થ છલછલ ભર્યો છે. વિજ્ઞાન જ્યાં સુધી આત્મા અને પુનર્જન્મ ન શોધે ત્યાં સુધી તેઓ હૃદયથી કબુલવા તૈયાર નથી. આ સ્થિતિમાં તેઓ ઉપર વિશ્વાસ મૂકો અસ્થાને છે.
જે કે સાચા વિજ્ઞાનને અને સાચા ધર્મને પરસ્પર વિરોધ નથી જ, પણ સંબંધ છેજ. વિજ્ઞાન વિના ધર્મ નથી. અને ધર્મ વિના વિજ્ઞાન નથી. પણ આ બાબત આજે કે ઈ. વિચારે તેમ નથી. માટે ટુંકામાં સિદધ આગમને આજે પણ પરમપૂજ્ય માનીને-સુશ્રદ્વિ ય માનીને, સર્વકલ્યાણપ્રદ માનીને તેને જ અનુસરવું એ આજના જમાનામાં પણ જેને પરમધર્મ છે. આર્ય સંસ્કૃતિ ટકાવવા માગે છે. વૈદિક દર્શને, ઇસ્લામ, અવેસ્તા બૌદ્ધ, બાઈબલ એ પોત પોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર છતાં આર્ય સંસ્કૃતિના વિરોધી નથી. પણ આજને સીવીલાઈઝ અને તેને અનુસરતા દશ-આર્ય સમાજ, અસહકાર, થીઓફીસ્ટ, ભ્રાતૃભાવની ભાવના, કમ્યુનિસ્ટ પક્ષ, સર્વ ધર્મ પરિષદ, વિજ્ઞાન વાદી વિગેરે આર્યસંસ્કૃતિના વિરોધી છે. ઉંચામાં ઉંચા જેન કુટુંબમાં જન્મેલી વ્યકિત પણ જેટલે અંશે આજની સીવીલાઈઝ સંસ્કૃતિને હાર્દિક જાણતાં અજાણતાં ટેકો આપે, તેટલે અંશે એક મુસલમાન કે એક ખ્રીસ્તી કરતાં પણ વધારે આર્ય સંસ્કૃતિને ધક્કો પહોંચાડે છે. કારણ કે ઇસ્લામ કે બાઈબલને ચુસ્તભક્ત આર્ય સંસ્કૃતિને ટેકો આપનાર નહીં હોય, પણ તેટલે વિરોધી તે નથી. ત્યારે આજ સવિલાઇઝ સંસ્કૃતિ સર્વ સંસ્કૃતિને અને સર્વની શિરેમણિ આર્યસંસ્કૃતિને બદલે પોતાનું સ્થાન જમાવવા માંગે છે. માટે ખાસ વિરોધી છે. આ સંસ્કૃતિનું કેન્દ્ર જૈન આગમ છે. માટે આ જમાનામાં જૈન આગને બચાવ અને તેની પ્રતિષ્ઠાનો વાસ્તવિક બચાવની મોટામાં મોટી જવાબદારી જૈન સંઘ ઉપર આવી પડી છે. પરંતુ જ્યાં સુધી જૈન સંઘના સર્વ અંગોના હૃદયમાં - એ આગમ તરફ અનન્ય શ્રદ્ધા અને ભકિત હશે, અને આગેવાને ચેતતા હશે ત્યાં સુધી બહુ ભયને અવકાશ નથી. પણ ચેતતા નર સદા સુખી. હજારો વર્ષ ટકી શકે તેવી ) રીતે સુવૈજ્ઞાનિક સાધનોથી લખાવવા અને હજારો વર્ષ ટકી શકે તેવી રીતે સુરક્ષિત રાખવા યોજના કરવી. તથા પઠન પાઠન ચાલુ રાખવું. જ્ઞાન પંચમી વિગેરે આગમભકિતના દિવસોને ઉજવવા. દીક્ષિત થઈ સારા માણસો સાંસારિક સુખોને ભોગ આપી આગમોનું જ્ઞાન લોકપ્રિય કરવા છંદગી આપે વિગેરે ઉપાય જણાય છે. રેજની આવશ્યક ક્રિયામાં આ દૃષ્ટિથી આગમોની સ્તુતિ, કાઉસ્સગ્ગ ખાસ પૂર્વાચાર્યોએ ગઠવ્યા છે. તે દરરોજ સંઘને જાગૃત રાખવા માટે છે, તે હવે હેજે સમજાશે. અને પ્રતિકમણાદિ વખતે પુકૂખરવર૦ સૂત્ર કેવા ભાવથી ઉચ્ચારવાનું છે ? તે પણ સમજાશે. આજને સંઘ જે બેદરકાર રહેશે, તે ભાવિકાળમાં આગમ જ્ઞાનને જબર ફટકો પડશે, આજે થતી ગ્રંથપ્રસિદ્ધિ ભૂલ ખવડાવનારી છે.