________________
પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : જેન શ્રતનું મહત્તવ : ૧૩૧ જાય એ સ્વાભાવિક છે. જો કે બારમું અંગ નાશ પામેલ છે, છતાં તેમાંથી ઉદ્ભૂત ઘણા ગ્રંશે વિદ્યમાન છે. જેમકે-દશાશ્રુતસ્કંધ કે જેમાં કલ્પસૂત્ર આવે છે, ને પચ્ચખાણ પ્રવાદ નામમાં પૂર્વમાંથી ઉદ્ભૂત છે. છઠ્ઠ કર્મગ્રંથ બીજા આગ્રાયણીયપૂર્વમાંથી ઉદત છે. કમ્મપયડી પંચસંગ્રહ વિગેરે કર્મપ્રવાદ પૂર્વમાંથી, ઉદધૃત સંભવિત છે. તે સિવાય આવશ્યક નિયુકિત, ભાષ્ય, વિગેરેમાં જુદી જુદી પૂર્વોતર્ગત ગાથાઓ છે. વળી– નિપાત, સિધપ્રાકૃત, નિમિત્તપ્રાકૃત શબ્દપ્રાભૂત, ગણિતમાભન. વિદ્યાપ્રાભૂત” [ચિકિત્સાપ્રભુત,] વિગેરે પ્રાભૂતે પૂર્વ માંથી ઉદધૃત હોવાનો સંભવ છેજ. કેમકે પૂર્વેમાંના અમુક પ્રકરણ પ્રાભૂત કહેવાય છે.
હાલના આગમે તુટક છે. છતાં જે ભાગ છે તે અસલને છે, પણ નવી રચના નથી. તેમજ સંપૂર્ણ જેટલા હતા તેટલા પ્રમાણમાં નથી. તદ્દન નવાજ છે એમ પણ નથી. માટે તે માન્ય છે.
ત્યાગી પ્રભુએ જગતું શ્રેષ્ઠ રીતે ચાસ્ત્રિ પાળી મહાન ઉચ્ચ જીવન જીવી સર્વજ્ઞ થઈ કેવળ જગતના કલ્યાણ માટે નિઃસ્વાર્થ ભાવે ઉપદેશ આપ્યો છે. અને તેમના ' શિએ પણ એવું જ જીવન ગાળી તેની રચના કરી છે. તેમજ પાછળના આચાર્યોએ પણ એવી જ રીતે સંપૂર્ણ ભેગો આપીને તેને કેવળ જગતના હિતને માટે ભયંકર કષ્ટ સહન કરીને ટકાવી રાખેલ છે. તેમાંના ઘણા ઋદ્ધિવંત કુટુંબનાં પુત્ર પુત્રીઓ હતા. અને જગતમાં ભોગવી શકાય તેવા ભેગે ભેગવવાની સગવડવાળા હતા. તેમજ પિત ન ધર્મ ચલાવી શકે તેવા સમર્થ હતા. છતાં તેમાંનું કાંઈ ન કરતાં કેવળ આ આગમને જ વળગી રહ્યા અને નિઃસ્વાર્થ ભાવે તેનું મનન કરતા રહ્યા. અને ટકાવના ઉપાયો લેતા રહ્યા. તથા તેને આશય સમજાવનારા અનેક ગ્રંથો જુદા જુદા પાત્રોને ઉદ્દેશીને રહ્યા. નિર્યુકિતઓ, ભાળે, ચૂણિઓ, ટીકાઓ, વૃત્તિઓ, અવચેરિકાઓ, ટીપ્પણે, અવતરણ, નો ઉતારાઓ, ટબાઓ, વિવેચન, સ્વતંત્ર ગ્રંથ, રાજાઓ. વિગેરે અનેક ગ્રંથ રચીને એક યા બીજી રીતે આગામે સમજાવવા, પાત્રને તેને રસ ચખાડવા જીવનને
માટે ભાગ રોકે છે. માણસને બીજો સ્વાર્થ ન હોય પણ માન તે હોયજ, તે માન 0 પણ મૂકીને પિતાની બુદિધ કે વિચારણાને દૂર મૂકીને કેવળ પ્રભુના વચન આજ્ઞાને અનુ
સરવામાં જ પોતાનું કર્તવ્ય માન્યું છે. એટલે સુવિહિત આચાર્યોની રચનાઓ પણ માન્ય અને વિશ્વાસ પાત્ર ગણવા લાયક ઠરે છે.
આગની ભાષાના શબ્દો જગને કેઈપણ સાહિત્યની ભાષાના શબ્દો કરતાં જુદોજ વનિ ઉત્પન્ન કરનાર છે. તેની પરિભાષાઓ ઘણી જ ગૂઢ છે. સ્યાદવાદને લીધે એક એક શબ્દ અનેક પ્રતિબિંબે ઉભા કરે છે. રચના શૈલી કળામય, અને અદ્ભુત છે.