________________
પ. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : અસલ ગુજરાતી લખાણ
: ૧૨૭
એ વ્યવસ્થા તંત્રને હરકત પહોંચાડવા જેવું બીજું પાપ જગતભરમાં સંભવતું નથી. ? આ પહેલું કારણ ?
૨. સમગ્ર વિશ્વના સજીવ અને નિર્જીવ સર્વ પદાર્થો ઉપર સાડાચારસે વર્ષોથી પાપને સર્વસર્વ માલિકી હક્ક અન્યાયથી સ્થાપિત કરી રાખવામાં આવેલ છે. તેથી પાપ વિશ્વના સર્વ રાજ્યતંત્રના સાર્વભૌમ રાજ્યકર્તા માનવામાં આવે છે. અને સર્વ થર્મોના સત્તાધીશ ધર્મ સાર્વભૌમ પણ માનવામાં આવે છે. તેને ભારતની પ્રજામાં જાહેર નિર્દેશ કરવા માટે સૌથી મોટા મુગટ પહેરેલા પોપના ફટાએ પ્રસિદ્ધ થવા દેવામાં આવેલ છે.
આંતરિક રીતે એમ હોવા છતાં આજે બહારથી તેમને સાર્વભૌમ વેટીકનના રાજા અને ખ્રિસ્તી ધર્મ પાળનારાઓના વડા તરીકે ઓળખાવવામાં આવે છે. આવી આવી ઘણી બાબતે ચલાવવામાં આવે છે, ' આ રહાર્વભૌમપણાને લીધે જમાનાનું નામ આગળ કરીને નવસર્જન કરાવવામાં આવે છે, તથા કપિત લેકશાસનને નામે અપાયેલા સ્વરાજ મારફત બીજા ધર્મોના તો ઉપર કાયદાના બંધને પહેલ વહેલા મુંકાવવાની શરૂઆત કરી છે. આ બીજું કારણ.
3 આંતરિક રીતે પાપને વિશ્વના અને સર્વ ધર્મોના સાર્વભૌમ માનવામાં આવે છે. તેમાં સાચા ન્યાયને કોઈ આધાર નથી. તથા ખ્રીસ્તી ધર્મમાં ધર્મને લાયકની સર્વ લાયકાત સંભવતી નથી. એ ત્રીજું કારણ.
૪. ચર્ચ સંસ્થાનું દરના ભવિષ્યનું ધ્યેય બહુમતના ખોટા સિદ્ધાંતને આધારે ખ્રીસ્તી અને બિનખ્રિીસ્તી રંગીન પ્રજાઓને તથા બિનખ્રીસ્તી ધર્મોને જગતમાંથી અદ્રશ્ય કરવાના છે. જેથી જગતમાં માત્ર ક્રિશ્ચિયન વેત પ્રજા જ વિદ્યમાન રહી શકે. આ મહા હિંસા અને મહા અન્યાય છે. એવું કારણ.
૫. વિશ્વ વત્સલ મહાપુરૂના પ્રતિનિધિઓ અને વિશ્વ કલ્યાણની ભાવનાથી બંદગીભર પ્રયાસ કરતા ભારતના પ્રાચીન મહાધર્મોના તથા બીજા ધર્મોના ધર્મગુરૂઓની અપમાન ભરી ગંભીર ઉપેક્ષા ચર્ચ સંસ્થાએ કરેલી છે. વિશ્વાસને દુરૂપયોગ કર્યો છે અને તેમાં તમારો પણ સાથ છે. તે શી રીતે ક્ષમ્ય ગણી શકાય? | સર્વ ધર્મ મૈત્રી, સર્વધર્મ સંશોધન, સર્વધર્મ સમન્વય, સર્વ ધર્મ અભ્યાસ વિગેરે કેવળ બહાર બતાવવાની બાબત છે. જે બીજા સર્વ ધર્મો માટે ખતરનાક નિવડે તેમ છે. આ પાંચમું કારણ