________________
૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા...
: ૧૦૯ પાશ્ચાત્યનું અંધ અનુકરણ કરવાની તેઓશ્રી સ્પષ્ટ ના પાડતા. ગેરી પ્રજા જેટલી બહારથી ઉજળી દેખાય છે, તેટલી જ હૃદયમાં કાળી છે, એમ તેઓ અનુભવથી કહેતા.
આ યુગના સત્યનિષ્ઠ, સિદ્ધાંતવાદી, નિસ્પૃહી, નીડર લેખક પાસેથી હું ઘણું શીખે. તેઓશ્રીએ કઈ દિવસ કઈ શેઠીયા પાસે ધનની યાચના કરી નથી. તેઓશ્રી પિતાના કુટુંબ ઉપર પણ વિશેષ લક્ષ આપતા નહીં. છતાં પણ બધું સહજ મેળે ચાલતું. તેઓશ્રી કહેતા કે હું શાસન અને સંઘ સિવાય કે ઈની વિશેષ ફિકર કરતું નથી. જગતમાં સારભૂત જૈન શાસનને જેને સંઘ જ છે. તે જે ન મળ્યું હોત તે આ જીવ મેક્ષ માર્ગ સુધી કઈ રીતે પહોંચી શકત?
છેવટ સુધી આત્મ સમાધિમાં અડગ રહી ધર્મનું શરણ અંગીકાર કરતાં આ નર શાર્દુલ આજે આપણી વચ્ચે નથી.
- જૈન શાસનના નભમાં શ્રાવક સિતારા થોડા સમય માટે શ્રાદ્ધવર્ય પ્રભુદાસભાઈને પરિચય થયેલ વિશ્વના–દેશના રાજ્યના સંઘ આદિના સમાચાર જાણ્યા બાદ વિશ્વનું દેશનું રાજ્યનું પ્રજાનું હિત શામાં છે. એ અંગે પિતાને યુક્તિ પુરસ્સરને અભિપ્રાય રજૂ કરે, આર્ય પ્રજા આર્ય સંસ્કૃતિનું રક્ષણ કરવાના સચોટ વિચારો દર્શાવવા, જૈન સંઘ શાસનના પ્રશ્નો ઉકેલવા માટેની પિતાની આગવી બુદ્ધિને ઉપયોગ કરે, ક્યાં ક્યાંથી શા શા આક્રમણ સંઘશાસન આર્ય સંસ્કૃતિ ઉપર આવ્યા છે, આવે છે, આવશે એ અંગે સવિશેષ જાણકારી આપવી સંઘને સજાગ કરે વગેરે દ્વારા એમણે શાસન સંઘની મહાન સેવા કરી છે.
ચાર પુરુષાર્થની આર્ય સંસ્કૃતિના અને જૈન સાધુના સાવાચારના ટકાવમાં જ સમસ્ત વિશ્વની તમામ પ્રજાનું અસ્તિત્વ, શાંતિ, સમાધિ છે,” એ વાત એમણે ખૂબ જ વિસ્તારથી જુદા જુદા દ્રષ્ટિકોણથી જણાવી વિશ્વની તમામ પ્રજાની સેવા કરી છે. ભેજનમાં સાદાઈ ઉદરી, નાનામાં નાના સાધુ આગળ નમ્રતા, રહેણી કહેણીમાં આર્યતાને આગ્રહ, નાના નાના કામમાં પણ એકસાઈ, જાતની કે કુટુંબની ખેવના કર્યા વગર શાસન સંઘ, આર્ય સંસ્કૃતિના કાર્ય કરવાની અચિન્ય ઘગશ વગેરે એમના ગુણ એમની મહાનતાના સૂચક હતા.
જૈન શાસન પામીને એની ખૂબ સુંદર સેવા દ્વારા પિતાના જન્મને સફળ કર્યું છે, પિતાની લેખીત અને આગવી વિચારધારા દ્વારા અનેકના જીવનને ઉચ્ચ બનાવવાને મહાન યશ સંપાદન કર્યું છે.
પૂ. મુનિ શ્રી ગુણસુંદરવિજયજી મ.
ચીકપેઠ બેંગલોર