________________
TETERETETTEN
( ૧૦૮ :
: પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) કહેતાં. કોઈ ઝગડાર વ્યકિત તરીકે ગણાતાં. આ બધું મહેણાં-ટૅણનું વિષ ઘોળીને તેઓ નીલકંઠ થયા. આમ છતાં દુશ્મન તેઓ કેઈને ગણતા જ નહીં, આવી રીતે તેઓશ્રી અજાતશત્રુ હતા.
આવા સિદ્ધાંતપ્રેમી પંડિતજી ઉપર થોડાં વર્ષ પહેલાં પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા કૃપા પત્ર આવ્યા હતા, તેમાં તેઓશ્ર. લખે છે, “પ્રભુદાસભાઈ તમે શાસનની સેવા તમારી સમજ પ્રમાણે યથાશક્તિ કરી છે. જે
અનુમોદનીય છે. તમારું શેષ જીવન ધર્મારાધનામાં ઉજજવળ બને એ જ અભિલાષા 31 આચાર્યશ્રીના આ ઉદગાર કેટલા સૂચક છે!
પંડિતજીના જીવન દરમ્યાન આશરે સવા પુસ્તકો છપાયા છે. તેમાં તેઓશ્રીનું પંચ પ્રતિક્રમણ સૂત્ર પુસ્તક અજોડ છે. તેમાં જે પ્રસ્તાવના તેઓશ્રીએ લખી છે, જે આજે અક્ષરશ: સત્ય પડી છે. યુરોપીયને પિતાનું સામ્રાજ્ય અને ધર્મ પ્રચારવા માટે એશિયાના મહાન રાજ્યને પરસ્પર લડાવશે. ચીન, ભારત અને પાકિસ્તાન લડે છે. યુરોપીયને શસ્ત્ર સરંજામ આપે છે, આ વાત આજે નજરે નિહાળીએ છીએ. તેઓ હમેશ યુરોપીયનેથી ચેતતા રહેવાની સલાહ આપતા. જે આજે તે ખૂબ જ ગ્ય લાગે છે,
તેઓશ્રીનું સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણ સારું હતું. તેઓશ્રી પંડિત સુખલાલજી સાથે ભણ્યા હતા છતાં પણ બનેના વિચારોમાં મતભેદ હતે. પ્રભુદાસભાઇ આગમન પ્રમાણ માનતા ત્યારે સુખલાલજી ઈતિહાસને પ્રમાણ માનતા. એક સિદ્ધાંતને માનતા ત્યારે બીજા યુગ પરિવર્તનને માનતા. પંડિત બેચરદાસ, પંડિત દલસુખ માલવાણીએ વગેરે સાથે પ્રભુદાસભાઈને મતભેદ રહે, પરંતુ કોઈ સાથે મનભેદ ન હતું. શેઠ શ્રી કસ્તુરભાઇ, શ્રી ચીમનલાલ ચકુભાઈ અને શ્રી વાડીલાલ ગાંધી સાથે મતભેદ હોવ. | છતાં મનભેદ જરા પણ નહોતું. એ તેમનામાં રહેલી સરળતા બતાવે છે.
તેઓશ્રીના હાથે ‘સ્તવ પરિજ્ઞા ગ્રંથનું છેલ્લું પ્રકાશન થયું હતું. તેઓશ્રી પાસે ત્યારે કુફ રીડીંગ તથા સાહિત્ય-સંપાદન કરવાની તક મળી, જે આજે મને લાભકાર. નીવડી છે. - તેઓશ્રીનું “હિત-મિત-પધ્ધ-સત્ય' માસિક અરવિંદભાઈ ચલાવતા. જેન સંઘમ. (આ એક જ નીડર માસિક ગણી શકાય, જેમાં અસત્ય સામે હંમેશાં લાલબત્તી થતી .
વિવિધ વિષયો જેવા કે રાજકીય સામાજિક, આર્થિક ધાર્મિક ઉપર એમણે લખેલ. આશરે પાંચ હજાર લેખનું ચગ્ય સંપાદન કરી જાહેર જનતાના હિત માટે પ્રકાશન થાય એ ખુબ જ જરૂરી છે,