________________
6
હરિપ્રસાદ શાસ્ત્રી
ભારતીય પ્રતિમાવિધાન
ભારતમાં દેવો, તીર્થંકરો અને બુદ્ધોની ઉપાસના અતિપ્રાચીન છે. તેઓની ઉપાસના માટે પ્રતિમાઓ અતિ ઉપયોગી સાધન છે. પ્રતિમાઓના નિર્માણ માટે પ્રતિમાવિધાનના ગ્રંથોમાં વિગતવાર નિરૂપણ કરવામાં આવ્યું છે.
શૈવ ધર્મમાં લિંગપૂજા તથા શિવનાં વિવિધ સૌમ્ય અને રૌદ્ર સ્વરૂપોની આરાધના થાય છે.
વૈષ્ણવ ધર્મમાં વિષ્ણુના દશ અવતારો તથા ચતુર્ભુજ વિષ્ણુનાં ૨૪ સ્વરૂપો મહિમા ધરાવે છે.
જૈન ધર્મમાં ૨૪ તીર્થંકરો, વિદ્યાદેવીઓ, યક્ષો અને યક્ષિણીઓની પ્રતિમાઓ પૂજાય છે.
બૌદ્ધ ધર્મમાં પાંચ ધ્યાની બુદ્ધો, સાત માનુષી બુદ્ધો, બોધિસત્ત્વો અને દેવી તારાની ઉપાસના પ્રચલિત છે.
ભારતમાં મૂર્તિપૂજા આદ્ય-ઐતિહાસિક કાલથી પ્રચલિત રહી છે. શિલ્પકલામાં પ્રતિમા-શિલ્પનો વિકાસ થયો. પ્રતિમાવિધાનના વિજ્ઞાનનો વિકાસ થતાં એ વિશે અનેક ગ્રંથ લખાયા. એમાં પ્રતિમાના પદાર્થોથી માંડીને પ્રતિમાની વિવિધ અવસ્થાઓનું તેમજ એમાં પ્રયોજાતાં મુદ્રાઓ, આસનો, આયુધો, અલંકારો ઇત્યાદિનું વિગતવાર નિરૂપણ પ્રાપ્ત થાય છે.
શિવલિંગની પ્રતિમામાં લિંગના ઉપલા વૃત્તાકાર ભાગમાં રુદ્ર, વચલા અષ્ટકોણીય ભાગમાં વિષ્ણુ અને નીચલા સમચોરસ ભાગમાં બ્રહ્માની ઉપાસના થતી મનાય છે.
શિવનાં રૌદ્ર સ્વરૂપોમાં કાયાન્તક, ગજાસુરસંહા૨ક, કામારિ,