SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિશ્રી ત્રૈલોક્યમંડનવિજયજી યોગપરંપરાઓના અવગાહનપૂર્વક પૂર્વાપરના અનુસંધાન તપાસીને જો આ ટીકાને જોશે તો તેને અનેક સ્થાનો અવશ્ય વિચારણીય જણાશે. એક વાત ખાસ ધ્યાન આપવા જેવી એ છે કે આપણે ત્યાં ટીકાઓ કે અનુવાદોનું અધ્યયન કરતી વખતે એની સંગતિ કે શુદ્ધિ અંગે ભાગ્યે જ વિચા૨વામાં આવે છે. આનું મુખ્ય કારણ એ લાગે છે કે ટીકા કે અનુવાદ કરતાં જુદું વિચારવામાં તે રચનારા ભગવંતોની આશાતનાનો ભય જણાય છે. પણ બધી વખતે આવો ડર રાખવો વાજબી નથી હોતો. છદ્મસ્થસુલભ અનાભોગજન્ય ક્ષતિની સંભાવના તો કોઈ પણ કાળે રહેતી જ હોય છે. જોકે પ્રાચીન મહર્ષિઓની બહુશ્રુતતા પ્રશ્નાતીત હોવાને લીધે આવી સંભાવના બહુ જ ઓછી હોય છે, તોપણ સામગ્રીની તે કાળે પ્રવર્તતી દુર્લભતા બહુ મોટો ભાગ ભજવતી હોય છે. તેથી વધુ પ્રમાણભૂત સામગ્રી ઉપલબ્ધ થાય ત્યારે તે ટીકાકાર કે અનુવાદક પ્રત્યે અખંડ બહુમાન જાળવી રાખીને જો યોગ્ય રીતે વિચાર કરીએ તો એમાં આશાતના નહીં, પણ આરાધના જ છે. અલબત્ત ઉપા. શ્રીયશોવિજયજીએ સાચું જ કહ્યું છે કે - અરથકારથી આજના, અધિકા શુભમતિ કોણ ? તોલે અમિયતણે નહિ, આવે કહિયે લોણ... 26 (૫૦ ગાથાનું સ્તવન) પણ આ બાબતમાં તેઓશ્રીનાં જ નીચેનાં ટંકશાળી વચનો અત્યંત મનનીય જણાય છે प्राचां वाचां विमुखविषयोन्मेषसूक्ष्मेक्षिकायां, येऽरण्यानीभयमधिगता नव्यमार्गानभिज्ञा: 1 तेषामेषा समयवणिजां सन्मतिग्रन्थगाथा, विश्वासाय स्वनयविपणिप्राज्यवाणिज्यवीथी ।। (ज्ञानबिन्दु - प्रशस्तिः ?) ‘શાસ્ત્રનાં પ્રાચીન વાક્યોમાંથી યુક્તિસંગત નવો અર્થ શોધવામાં તે જ લોકો ડરે છે જે તર્કશાસ્ત્રથી અનભિજ્ઞ છે. તેવા લોકો માટે આ સન્મતિતર્કની ગાથાઓ જ દૃષ્ટાંતરૂપ છે કે જેમાં નયવાદને અનુસરીને પ્રાચીન સૂત્રોના યુક્તિસંગત નવા અર્થો તારવવામાં આવ્યા છે.’
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy