________________
મુનિશ્રી શૈલોક્યમંડનવિજયજી
શ્લોકને શ્રીહરિભદ્રસૂરિજીનું પોતાનું કથન સમજીને ચાલ્યા છે – “ફુલ્ય નવેમતમતૂર વસ્તુસ્થિતિ પ્રતિપાદ્રિયન્નાદ (-૩થાપના ) I’ આશ્ચર્યની વાત એ છે કે આ શ્લોકના ચોથા પાદમાં ફુતિ મનજીવન: એવા, ઉદ્ધરણ પૂરું થતું હોવાના સૂચક શબ્દોને ટીકાકારે ધ્યાન પર જ નથી લીધા, પરિણામે શ્લોક ૧૦૬ -
अत्राप्येतद् विचित्रायाः प्रकृतेर्युज्यते परम् ।
इत्थमावर्तभेदेन यदि सम्यग् निरुप्यते ।। આ શ્લોક ગોપેંદ્રના મતની સાથે સ્વમતનો સંવાદસૂચક હોવા છતાં ટીકાકારે એની જુદી જ રીતે વ્યાખ્યા કરી છે -
__'अत्राप्युभयोस्तत्स्वभावत्वे, किं पुनस्तदभावे न घटते' इत्यपिशब्दार्थः । एतद् - निवृत्ताधिकारत्वं विचित्रायास्तत्तत्सामग्रीबलेन नानारूपायाः प्रकृतेः-कर्मरूपाया: युज्यते परं - केवलम् । इत्थमुक्तप्रकारेण आवर्तभेदेन - चरमावर्तरूपेण यदि - चेत् सम्यग् - यथावत् निरुप्यते - विमृश्यत इति ।।' '
વાસ્તવમાં આ શ્લોક ગોપેંદ્રમત અને સ્વમતનો સમન્વયસૂચક હોવાથી એની ટીકા આમ થવી જોઈએ એમ લાગે છે –
अत्रापि - जैनमतेऽपि एतद् - निवृत्ताधिकारत्वादि सर्वं युज्यते एव । कुतः ? विचित्रायाः - चित्ररुपायाः प्रकृतेः - कर्मप्रकृतेः । यदुक्तं योगशतकटीकायामेतदुद्धरणसम्बन्धे - 'न च प्रकृतिकर्मप्रकृत्योः कश्चिद् भेदोऽन्यत्राभिधानभेदात्।' परं - किन्तु, इत्थं-दर्शितप्रकारेण 'तस्मादचरमावर्तेष्वित्यादिना, आवर्तभेदेन - चरमाचरमावर्तात्मकेन, यदि - चेत्, सम्यग् - यथावत् નિતે - વિમુરત તિ '
મતલબ કે ગોપેંદ્રના મતે કહેવાયેલી તમામ વાતો જો ચરમ-અચરમ આવર્તની અપેક્ષાએ વિચારીએ તો જૈનમતમાં પણ સંગત થાય જ છે. કેમ કે યોગદર્શનની પ્રકૃતિ અને જૈનદર્શનની કર્મપ્રકૃતિ વચ્ચે નામ સિવાય ઝાઝો તફાવત નથી.
ઉપરના ઉદાહરણથી જણાશે કે ટીકાનું વાંચન કેટલી સાવધાનીથી કરવું પડે તેમ છે. આવાં જ થોડાંક અન્ય સ્થાનો જોઈએ.
શ્લોક ૨૨-૨૯માં યોગમાં ગોચર, સ્વરૂપ, ફળ વગેરેની શુદ્ધિ શા માટે ચકાસવી જોઈએ તેની ચર્ચા છે. તેમાં ૨૨મા શ્લોકમાં એમ જણાવ્યું છે કે યોગ તરીકે વિવક્ષિત ક્રિયા જો લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ હોય તો તે યોગ નથી ગણાતી. કેમ કે એવા ફક્ત શ્રદ્ધાથી જ સ્વીકાર્ય યોગને વિદ્વાનો માન્ય નથી કરતા. ત્યારબાદ ૨૩મો શ્લોક આમ છે -
वचनादस्य संसिद्धिरेतदप्येवमेव हि ।
दृष्टेष्टाबाधितं तस्मादेतन्मृग्यं हितैषिणा ।। એમાં જે “ઉતરવેવમેવ દિ’ શબ્દો છે તેની ટીકા આમ કરવામાં આવી છે - “ નામેવં તત? किमित्याह - एतदपि वचनं, किं पुनर्योग इत्यपिशब्दार्थः । एवमेव हि - योगवदेव परिणामिन्येवात्मनि