________________
આવતીકાલનાં ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રો
253
છેવટે બધા જ પ્રકારના ઈ-સ્રોતો હોવા છતાં અને ઝડપી માહિતી જ્યારે જોઈએ ત્યારે અને જોઈતા સ્થળે મળતી હોવા છતાં માહિતી/જ્ઞાનનો ઉપયોગ દરેક વ્યક્તિની કલ્પનાશક્તિ અને માનસિક વિચારધારા/શક્તિ ઉપર આધાર રાખે છે. આ માટે ગ્રંથાલય-સેવા સાથે સંકળાયેલ સર્વની માનસિક વિચારધારામાં અને વલણોમાં ધરખમ ફેરફારો લાવવાની અત્યંત અગત્ય છે. પ્રશ્નો મુશ્કેલીઓ ઘણી છે, પણ મુશ્કેલીઓ એ પ્રગતિની નિશાની છે, તેથી તેનો ખંતથી, શાંતિથી, ચિંતનથી ઉકેલવા પ્રયત્નો/મહેનત કરવાં પડશે, તો જ ભાવિ ગ્રંથાલયો સમાજના પથદર્શક તથા સમાજમાં આમૂલ પરિવર્તન લાવવા સક્ષમ બનશે. ભારતમાં ગ્રંથાલયો અને માહિતી-કેન્દ્રોનું અને તેની સેવાઓનું ભાવિ ઘણું જ ઉજ્જવળ છે.