________________
જૈન પૂજા-વિધિ પાછળ રહેલી ભાવનાસૃષ્ટિ
ભક્તની ભગવાન પ્રત્યેની ભાવનાને ભક્તિ કહે છે. સરળ શબ્દોમાં કહીએ તો પોતાનામાં રહેલા ભગવાનને જગાડવાના પ્રયાસને ભક્તિ કહે છે. આ ભક્તિ જ્યારે રસાળ, લયબદ્ધ, સંગીતમય અને હૃદયની ઊર્મિઓને રણઝણાવનાર સંગીત સાથે વહે છે તો તે માધ્યમને પૂજા કહેવામાં આવે છે.
ભક્ત અને ભગવાન એ પૂજાનાં બે મુખ્ય અંગો છે. પૂજા રાગપ્રચુર હોવાના કારણે ગૃહસ્થો માટે જિનપૂજાપ્રધાન ધર્મ છે. આમાં પંચપરમેષ્ઠીની પ્રતિમાનો આશ્રય (આલંબન) લેવામાં આવે છે. તઉપરાંત ભાવની પ્રધાનતા છે જેના થકી પૂજકને અસંખ્યાતા કર્મોની નિર્જરા થાય છે.
સમસ્ત પૂજાસાહિત્યની રચનાઓમાં પૂજાઓ તો જાણે ગીતસંગીતના પર્યાયરૂપ છે. તેમાં કાવ્યકળાનો સંગમ એટલી અદ્ભુત રીતે ગૂંથાયેલો છે કે હૃદયના તારને રણઝણાવી જાય તેનાં કેટલાંક ઉદાહરણો દ્વારા રસાસ્વાદ માણીએ. ૧૭ ભેદી પૂજામાં ૧૫મી પૂજા ગીતપૂજા છે. ૧૭મી પૂજા નૃત્યપૂજા છે અને ૧૭મી પૂજા વાજિંત્રની પૂજા છે.
આઈ સુંદર નાર, કર કર લે સિંગાર,
ઠાડી ચૈત્ય દ્વાર, મન મોદ ધાર'. આ ગીતપૂજામાં રાગટ્યૂમરી, પંજાબી ઠેકો સાથે આઈ ઇન્દ્રનાર એ દેશીનો સંયોગ પણ છે. શૃંગારરસના ઉત્તુંગ શિખર પરથી વહેતી મંદાકિની જ્યારે પ્રશમરસ ભક્તિના સાગરમાં મળે છે તો જાણે શૃંગાર પોતાનું અસ્તિત્વ ભૂલીને ભક્તિમાં વિલીન થઈ જાય છે. વળી આ કડીઓ પ્રાસાનુપ્રાસ હોવાના કારણે ગાવાવાળાને પોતાની સાથે
ફાલ્ગની ઝવેરી