________________
આચાર્યશ્રી વિજયનંદિઘોષસૂરીશ્વરજી
આલ્ફા, બીટા, ગૅમા કિરણો - નીકળે છે. આ કિરણો પણ એક જાતના કણોનો વરસાદ જ છે અને તે સીલોસ્કોપ જેવાં સાધનોમાં સ્પષ્ટ અનુભવી શકાય છે. આલ્ફા કિરણોના કણો હિલીયમના અણુની નાભિ જેવા હોય છે અને બીટા કિરણોમાં ઇલેક્ટ્રૉન હોય છે. જ્યારે ગૅમા કિરણો પ્રકાશનાં કિરણો જેવાં હોય છે. પ્રકાશનાં કિરણો પણ કણોનાં જ બનેલાં છે અને તેને ફોટૉન કહેવામાં આવે છે.
10
જૈન ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે ૫૨માણુઓના સમૂહના પ્રકા૨ોને વર્ગણા કહેવામાં આવે છે. આ સંપૂર્ણ બ્રહ્માંડમાં આવી વર્ગણાઓના અનંતાનંત પ્રકા૨ છે પરંતુ જીવોના ઉપયોગમાં આવતા મુખ્ય આઠ પ્રકાર છે. તે દરેક પ્રકા૨ને વર્ગણા કહેવામાં આવે છે ઃ ૧. ઔદારિક વર્ગણા, ૨. વૈક્રિય વર્ગણા, ૩. આહા૨ક વર્ગણા, ૪. તૈજસ્ વર્ગણા, ૫. ભાષા વર્ગણા, ૬. શ્વાસોચ્છ્વાસ વર્ગણા, ૭. મનો વર્ગણા અને ૮. કાર્મણ વર્ગણા.
:
વર્ગણા એટલે કોઈ એક ચોક્ક્સ સંખ્યામાં જોડાયેલ પરમાણુઓના એકમોનો સમૂહ. પ્રથમ વર્ગણા એટલે આ બ્રહ્માંડમાં વિદ્યમાન અલગ અલગ એક એક પરમાણુ, જેઓનું અસ્તિત્વ અલગ અલગ છે, તે બધા જ પરમાણુઓનો સમાવેશ પ્રથમ વર્ગણામાં થાય છે. તે રીતે બીજી વર્ગણા એટલે બબ્બે પરમાણુઓના એકમો, તૃતીય વર્ગણા એટલે ત્રણ ત્રણ પરમાણુઓના એકમો. આ રીતે અનંત પરમાણુઓના સમૂહરૂપ એકમોનો સમાવેશ ઔદારિક વર્ગણામાં થાય છે. આ ઔદારિક વર્ગણાના દરેક પ૨માણુ-એકમમાં અનંત પરમાણુઓ હોય છે અને આ એકમો વડે જ વર્તમાન જગતના પ્રત્યક્ષ જણાતા લગભગ બધા પદાર્થો બનેલા છે.
આ વર્ગણાઓના પરમાણુ-એકમમાં જેમ જેમ પરમાણુઓની સંખ્યા વધતી જાય છે તેમ તેમ તેમાં રહેલ પરમાણુઓના પરિણામ વધુ ને વધુ સૂક્ષ્મ થતા જાય છે. વર્તમાન સજીવ સૃષ્ટિ અથવા દેવો અને ના૨કો સિવાયના જીવોનાં શરીર વગેરે આ ઔદારિક વર્ગણાના પરમાણુ-એકમ દ્વારા નિષ્પન્ન થયેલ છે. ઔદારિક વર્ગણામાં રહેલ પરમાણુઓ ખૂબ સ્થૂલ છે.
જ્યારે વૈક્રિય વર્ગણાના ૫૨માણુ-એકમોમાં, આ ઔદારિક વર્ગણાના ૫૨માણુ-એકમોમાં ૨હેલ પરમાણુઓ કરતાં ઘણા વધુ ૫૨માણુઓ રહેલા હોય છે. એટલે સ્વાભાવિક રીતે જ તેના પરિણામ વધુ સૂક્ષ્મ બને છે.
ત્રીજા નંબરે આવેલ આહા૨ક વર્ગણાના પરમાણુ-એકમોમાં, વૈક્રિય વર્ગણાના ૫૨માણુ-એકમ કરતાં ઘણા વધુ પરમાણુઓ હોય છે. તેથી તે વધુ ઘન તેમજ સૂક્ષ્મ હોય છે. આ આહા૨ક વર્ગણાના પરમાણુ-એકમોનો ઉપયોગ વિશિષ્ટ પ્રકારના જ્ઞાની સાધુ (સંત પુરુષ) કરી શકે છે. વર્તમાન સમયમાં આ પૃથ્વી ઉપર આવા કોઈ વિશિષ્ટ જ્ઞાની સંતપુરુષ છે નહિ તેથી આ વર્ગણાના ૫૨માણુ-એકમોનો કોઈ ઉપયોગ નથી.
ત્યાર પછી ચોથા નંબરે આવેલી તૈજસ્ વર્ગણાના ૫૨માણુ-એકમોમાં રહેલ પરમાણુ વધુ સૂક્ષ્મ હોય છે અને દરેક સજીવ પદાર્થમાં આ વર્ગણાના પરમાણુ-એકમો હોય છે. આ વર્ગણાના પરમાણુએકમોનું મુખ્ય કાર્ય જે તે સજીવ પદાર્થના શરીરમાં ખોરાકનું પાચન કરવાનું છે અને તે ભૂખ તે લાગવાના મુખ્ય કારણસ્વરૂપ છે.