SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી વિજયનંદિઘોષસૂરીશ્વરજી છે. તેથી જ ડૉ. હેલીસ ઓડાબાસી જેવા વિજ્ઞાની પોતે મુસ્લિમ હોવા છતાં, તેઓએ પોતાના “Atomic Structure” પુસ્તકના પહેલા પ્રકરણની શરૂઆતમાં કહ્યું છે કે : 8 The idea that all matter consists of aggregate of large numbers of relatively few kinds of fundamental particles is an old one. Traces of it are found in Indian philosophy about twelve centuries before Christian Era." જ્યારે આવા પ્રગતિશીલ વિજ્ઞાની એમ કહેતા હોય કે તત્ત્વજ્ઞાનમાં રહેલું છે, ત્યારે આપણા દેશના વિજ્ઞાનીઓએ આ ધરવું જોઈએ. આ અણુવિજ્ઞાનનું મૂળ ભારતીય દિશામાં અગત્યનું સંશોધન હાથ પ્રાચીન જૈન ધર્મગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે છ મૂળભૂત દ્રવ્યો છે ઃ ૧. જીવ, ૨. ધર્મ, ૩. અધર્મ, ૪. આકાશ, ૫. કાળ અને ૬. પુદ્ગલ. આ છ દ્રવ્યોમાંથી ધર્મ, અધર્મ અને આકાશ સંપૂર્ણપણે અમૂર્ત છે એટલે કે રંગ, ગંધ, સ્પર્શ, ૨સ અને આકાર રહિત છે. જ્યારે જીવ દ્રવ્ય પુદ્ગલના સંયોગથી મૂર્તત્વ પ્રાપ્ત કરે છે. બાકી શુદ્ધ આત્મદ્રવ્ય પણ અમૂર્ત એટલે કે નિરંજન નિરાકાર છે. જૈન દાર્શનિકોએ સમય/કાળને પણ એક દ્રવ્ય માન્યું છે, એ જૈનદર્શનની વિશેષતા છે. તે પણ અમૂર્ત છે, માત્ર કાર્યથી તેનું અનુમાન થઈ શકે છે. ટૂંકમાં, આ સમગ્ર બ્રહ્માંડની દરેક ચીજવસ્તુ પછી તે સૂક્ષ્મ હોય કે સ્કૂલ હોય, દૃશ્ય હોય કે અદૃશ્ય હોય, અનુભવગમ્ય (ઇન્દ્રિયગમ્ય) હોય કે અનુભવાતીત (ઇન્દ્રિયાતીત) હોય, દરેકનો સમાવેશ માત્ર પુદ્ગલ અને પુદ્ગલ સંયુક્ત જીવ તત્ત્વમાં થઈ જાય છે અને પુદ્ગલદ્રવ્યના અતિસૂક્ષ્મતમ કણ કે જેના બે ભાગ ક્યારેય કોઈ પણ કાળે થયા નથી, થતા નથી અને ભવિષ્યમાં ક્યારેય તેના બે ભાગ થવાની શક્યતા પણ નથી એવા સૂક્ષ્મતમ કણને ૫૨માણુ કહેવામાં આવે છે. આવા સૂક્ષ્મતમ પરમાણુઓ ભેગા થઈ જગતની કોઈ પણ વસ્તુનું નિર્માણ કરી શકે છે. જૈન સિદ્ધાંત પ્રમાણે પુદ્ગલદ્રવ્યમાં અનંત શક્તિ છે. જોકે આત્મા(શુદ્ધ જીવતત્ત્વ)માં પણ અનંત શક્તિ છે, પણ બંનેમાં મોટો તફાવત એ છે કે આત્માની શક્તિ સ્વનિયંત્રિત છે, જ્યારે પુદ્ગલદ્રવ્યની શક્તિ પરનિયંત્રિત છે. જૈનદર્શનના ગ્રંથોમાં આ સમગ્ર બ્રહ્માંડનું અને તેના એક એક પરમાણુ તથા એ ૫૨માણુઓના સમૂહથી બનતા પદાર્થો વિશે વિસ્તૃત વિચારણા કરેલ છે અને આચારાંગ નામના પવિત્ર જૈન આગમમાં તો ત્યાં સુધી કહ્યું છે કે ને પુછ્યું નાળફ, સે સર્વાં નાળવુ; ને સર્વાં નાળ, સે ાં નાળફ |' (જે એકને જાણે છે તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે તે એકને જાણે છે.) આ એક અને સર્વ કોણ ? એની સ્પષ્ટતા કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકાચાર્યજી કહે છે કે એક એટલે સમગ્ર બ્રહ્માંડના દરેક પદાર્થના મૂળભૂત પરમાણુ જેનું ક્યારેય કોઈ પણ રીતે વિભાજન શક્ય નથી એટલે કે જે સદાને માટે અવિભાજ્ય છે. આ દૃષ્ટિએ આજના વિજ્ઞાનીઓએ માનેલ પરમાણુ, પરમાણુ જ નહિ કારણ કે તેનું ઇલેક્ટ્રૉન, પ્રોટૉન, ન્યૂટ્રૉન, ક્વાર્ક વગેરે અનેક પ્રકારના સૂક્ષ્મ કણોમાં વિભાજન શક્ય છે અને થાય છે.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy