________________
210
નિરંજના શ્વેતકેતુ વોરા શ્રીમદ્દ અપૂર્વ આત્માનુભૂતિના ઉલ્લાસની કોઈ ધન્ય ક્ષણે નિગ્રંથમાર્ગની ઉદ્ઘોષણા કરતું “જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન' કાવ્ય રચ્યું છે. તેમાં પરદ્રવ્યથી ભિન્ન શુદ્ધ આત્મા સાક્ષાત્ સમયસાર જ પ્રગટ કર્યો છે. “આ જડ અને આ ચેતન એમ બંને દ્રવ્યનો ભિન્ન સ્વભાવ છે.” આ ચેતન એ જનિજ પોતાનું સ્વરૂપ છે અને જડ તો સંબંધમાત્ર ને માત્ર સંયોગ સંબંધરૂપ જ છે અથવા તો જોય એવું જડ પરદ્રવ્યમાં જ ગણાય છે એવો અનુભવનો પ્રકાશ જેને ઉલ્લાસિત થયો છે તેને જડથી ઉદાસી ઉદાસીન થઈ, આત્મામાં જ વર્તી એવી આત્મવૃત્તિ થાય છે.
આ પરમોત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપને પામીને તેમાં જ તન્મય થનાર પુરુષની ભાવસ્થિતિને શ્રીમદ્ નીચે પ્રમાણે સમજાવે છે –
જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ વંદ્રનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.”
અહીં શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વર્ણવેલાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો સહજ સ્મરણમાં આવે છે. કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં લીન રહેનાર શ્રીમદૂનો આ અનુભવસિદ્ધ સમયસાર જ તેમની કવિતામાં દ્રવ્યાનુયોગ રૂપે પ્રગટ થયો છે. પ્રજ્ઞાપના સૂત્રમાં જીવ-અજીવ દ્રવ્યનું નિરૂપણ
જૈન દર્શનના દ્રવ્યાનુયોગનું નિરૂપણ વિવિધ આગમગ્રંથોમાં થયું છે. તેમાં પણ પન્નવણા-સુત્તપ્રજ્ઞાપના સૂત્રમાં જીવ-અજીવ દ્રવ્યોની પ્રજ્ઞાપના, પ્રકાર, સ્થાન, સ્થિતિ, વિશેષ, વ્યુત્કાન્તિ, સંજ્ઞા, યોનિ, ભાષા, શરીર, પરિણામ, વેશ્યા, કર્મબન્ધ..વગેરે ૩૬ પદોના સંદર્ભમાં વિસ્તારથી અને અત્યંત સૂક્ષ્મપણે કરવામાં આવી છે. તેમાં જીવ અને અજીવની જે વિવિધ પ્રકારભેદે ચર્ચા કરવામાં આવી છે, તેને નીચે પ્રમાણે પૃથક્કરણ કરવાથી વિશેષ ગ્રાહ્ય બને તેમ છે: પ્રજ્ઞાપનાનાં મુખ્ય બે પ્રકાર છે; જીવ અને અજીવ.
પ્રજ્ઞાપના
જીવ.
અજીવ.
સંસાર સમાપન
અસંસાર સમાપન્ન
અરૂપી.
અજીવ પ્રજ્ઞાપના
અજીવ પ્રજ્ઞાપના
નારક તિર્યંચ મનુષ્ય દેવગતિ અનંતર સિદ્ધ પરંપરા સિદ્ધ
જીવ અને અજીવ દ્રવ્યનાં અન્ય સૂક્ષ્મ વર્ગીકરણો પણ અહીં આપવામાં આવ્યાં છે, જેમ કે,