________________
196
રશ્મિ ભેદા .
વૃત્તિઓને રોકવી એનું નામ યોગ છે.
ચિત્તની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ - એમ પાંચ અવસ્થાઓ છે. પ્રકૃતિના ત્રણ ગુણો છે - સત્ત્વ, રજસ અને તમસ.
(૧) ક્ષિપ્ત અવસ્થા : રજોગુણની અધિકતા હોઈ ચિત્ત ચંચળ બનીને બધા વિષયોમાં દોડાદોડ કરતું હોય છે. સ્થિરતા પ્રાપ્ત કરી શકતું નથી.
(૨) મૂઢ અવસ્થા : તમોગુણપ્રધાન હોય છે. કૃત્યાકૃત્યને નહીં જાણનાર અને હિંસાદિરૂપ અધર્મ તેમજ આળસ, પ્રમાદ, ક્રોધ વગેરેમાં મગ્ન હોય છે.
(૩) વિક્ષિપ્ત અવસ્થા : પ્રાપ્ત કરેલાં સુખનાં સાધનોમાં ચિત્ત તલ્લીન રહે છે. રજોગુણના લેશ સહિત સત્ત્વગુણપ્રધાન હોય છે. ચિત્ત કોઈ વાર સ્થિર થાય છે.
(૪) એકાગ્ર અવસ્થા : ચિત્ત રજોગુણ અને તમોગુણ રહિત સત્ત્વગુણપ્રધાન હોય છે. એક જ વિષયમાં લાંબા સમય સુધી વાયુ વિનાના સ્થાનમાં મૂકેલા દીપક માફક સ્થિરતા ધારણ કરે છે.
(૫) નિરુદ્ધ અવસ્થા : વૃત્તિમાત્રનો અભાવ છે. કેવળ સંસ્કારમાત્ર શેષ રહે છે.
આવી રીતે ચિત્તની આ પાંચ અવસ્થાઓમાંથી છેવટની બે યોગની પ્રાપ્તિ કરાવે છે. પતંજલિ મુનિ આ વૃત્તિઓના નિરોધ માટે અભ્યાસ અને વૈરાગ્યનું સાધન બતાવે છે. ચિત્તમાં કોઈ પણ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન ન થાય અને ચિત્ત તેના સ્વ-સ્વરૂપમાં સ્થિર થાય એ માટે સતત યત્ન કરવો તે અભ્યાસ. વૈરાગ્ય એટલે સંસાર અને તેના વિષયો પ્રત્યે અનાસક્તિ.
‘પાતંજલ યોગદર્શન’નું બીજું પ્રકરણ છે સાધનાપાદ જે યોગની શરૂઆત કરનારા માટે છે. તેમાં ક્રિયાયોગ અને અષ્ટાંગયોગરૂપી સાધનોનું નિરૂપણ કરેલું છે. વિક્ષિપ્ત ચિત્તવાળા જે મનુષ્ય યોગને સંપાદન કરવા ઇચ્છે છે તેઓ માટે તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાનરૂપ ક્રિયાયોગ કહેલો
છે.
મધ્યમાધિકારીની ચિત્તની અશુદ્ધિ ક્રિયાયોગ દ્વારા દૂર થાય છે. પરંતુ મંદાધિકારીના ચિત્તની અશુદ્ધિ ક્ષય કરવા માટે અષ્ટાંગ યોગ બતાવ્યો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ અષ્ટાંગ યોગનાં આઠ અંગો છે.
ત્રીજો પાદ છે વિભૂતિપાદ. વિભૂતિ એટલે ઐશ્વર્ય અગર સિદ્ધિઓ. મુમુક્ષુઓ સિદ્ધિઓનો અનાદર કરે છે પણ વિવિધ પ્રકારના સંયમ દ્વારા યોગીને જે ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે તેનું વર્ણન છે. મંદાધિકારીને યોગમાં શ્રદ્ધા ઉપજાવવા વિભૂતિઓનું વર્ણન કરેલું છે.
છેલ્લું અને ચોથું પ્રકરણ છે કૈવલ્યપાદ. વિવેકજન્ય જ્ઞાન દ્વારા સમાધિનો લાભ થાય છે એ યોગનું મુખ્ય ફળ છે. એ સમાધિજન્ય કૈવલ્યનું નિરૂપણ આ પાદમાં કરેલું છે.
જૈનદર્શનમાં યોગ - જૈનદર્શનમાં ‘યોગ’ શબ્દ ‘યુજ’ ધાતુનો અર્થ જોડવું, સંયોજન ક૨વું એ અર્થમાં સ્વીકારેલો છે. એટલે મોક્ષ સાથે યોજન, જોડાણ કરાવે તે યોગ. મોક્ષેળ યોનનાવ્ યોઃ એમ એની વ્યાખ્યા છે. જે પ્રક્રિયા વડે આત્મા શુદ્ધ આત્મસિદ્ધિપદરૂપ મોક્ષપદ અથવા નિર્વાણપદને પ્રાપ્ત